AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પ્રાકૃતિક પદ્ધતિથી પણ મળશે બમણો નફો!
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
પ્રાકૃતિક પદ્ધતિથી પણ મળશે બમણો નફો!
🌾ખેડૂત કાશીરામભાઈના જણાવ્યા પ્રમાણે વર્ષ 2012 સુધી તેઓ રાસાયણિક ખાતર અને દવાઓનો ઉપયોગ કરી ખેતી કરતા હતા, જેથી પાકમાં રોગ અને જીવાતનું પ્રમાણ વધી જતું હતું. બીજી તરફ ઉત્પાદન ખર્ચ વધુ આવતો અને જોઈએ તેવા ભાવ મળતા નહોતા. ત્યારબાદ પ્રાકૃતિક ખેતીથી પ્રેરાઈને તેમણે ધીરે ધીરે જીવામૃત, ઘનજીવામૃત અને બીજામૃતના આધારે પ્રાકૃતિક ખેતી અપનાવી હતી. તેમણે પ્રાકૃતિક ખેતીનો પ્રયોગ એક વીઘાથી શરૂ કરેલો અને આજે તેઓ 20 વીઘા જમીન પર પ્રાકૃતિક ઢબે ખેતી કરી રહ્યા છે. 🌾ઉત્પાદન વિશે જણાવતા કાશીરામભાઈ કહે છે કે, તેઓ વર્ષમાં બે વખત ડાંગરની સીઝન લે છે, જેમાં દહેરાદૂન, ગુજરાતી સહિતની 20થી વધુ વેરાયટીઝનું તેઓ વાવેતર કરતા હોય છે. માટી, ગોળ, ચણાનો લોટ તથા ગાય આધારિત તત્ત્વોનો ઉપયોગ કરી તેમણે જમીન ફળદ્રુપ બનાવી છે. આ ઉપરાંત કુદરતી પેસ્ટિસાઈડ તરીકે તેઓ પાક પર ગોળ અને ખાટી છાશના મિશ્રણનો છંટકાવ કરે છે. આ પદ્ધતિથી ખેતી કરવાથી જમીનમાં પાક મિત્ર કિટકોનું પ્રમાણ પણ સારું એવું વધ્યું છે. 🌾કાશીરામભાઈના કહેવા પ્રમાણે, સામાન્ય રીતે રાસાયણિક ખેતીથી ઉત્પાદિત થયેલા ડાંગરનો એક મણનો ભાવ 250થી 300 રૂપિયા સુધીનો રહેતો હોય છે, જેની સામે પ્રાકૃતિક ખેતીથી પકવેલા ડાંગરનો ભાવ 550 રૂપિયા જેટલો મળે છે. સાથોસાથ પ્રાકૃતિક ખેતીમાં ઉત્પાદન ખર્ચ ખૂબ ઓછો આવતો હોવાથી બમણો નફો મળે છે. 🌾ખેડૂત કાશીરામભાઈના જણાવ્યા અનુસાર રાસાયણિક ખેતી છોડીને પ્રાકૃતિક ખેતી અપનાવો, ત્યારે શરૂઆતમાં ઉત્પાદન ઘટવાનો ડર રહે છે, પરંતુ ધીમે ધીમે ઉત્પાદન અને ગુણવત્તા બંને વધી જવાથી ખેતપેદાશનું મૂલ્યવર્ધન કરીને સારો એવો નફો મેળવી શકાય છે. 🌾આત્માની મદદથી પ્રાકૃતિક ખેતીનો અભ્યાસ, તાલીમ અને પ્રયોગોના આધારે ખેતીમાં કાઠું કાઢનાર કાશીરામભાઈએ મધ્ય પ્રદેશ, દિલ્હી, પંજાબ અને હિમાચલ પ્રદેશ સહિતના રાજ્યોમાં યોજાયેલા સેમિનારમાં હાજરી આપીને પ્રાકૃતિક ખેતી વિષયક માર્ગદર્શન મેળવ્યું છે. પ્રાકૃતિક ખેતીમાં અવનવી તકનીકોની સફળ અમલવારી કરવા બદલ તેમને વર્ષ 2016માં બેસ્ટ આત્મા ફાર્મર એવોર્ડથી સન્માનિત પણ કરવામાં આવ્યા હતા. 👉સંદર્ભ : Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
5
0
અન્ય લેખો