AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
પ્રધાનમંત્રી ફસલ વીમા યોજના
🟠ભારત એક કૃષિ પ્રધાન દેશ છે, જ્યાં પાક મોસમ આધારિત લેવામા આવે છે. ક્યારેક હવામાન તો ક્યારેક કુદરતી આફતને કારણે પાક બરબાદ થઈ જતો હોય છે. આ વાતને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર તરફથી પાક વીમા યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. આજે દેશના અનેક ખેડૂત આ યોજનાનો ફાયદો ઉઠાવે છે. આ યોજનાનો લાભ મળતા ખેડૂતોને ખેતીમાં થતા બોજથી રાહત મળે છે. સાથે જ ખરાબ હવામાન સામે પણ તેમને વળતર મળે છે. શું છે આ યોજનાના ફાયદા 🟠પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 31 જાન્યુઆરી, 2016 ના રોજ આ યોજનાને લોન્ચ કરી હતી. સરકારે નિર્ણય લીધો હતો કે, ખેડૂતોના પાક વીમા દાવાને જલ્દીમાં જલ્દી તેની અરજીનો નિકાલ કરવામાં આવશે. જેથી ખેડૂતોને ફાયદો થશે. આ યોજના કૃષિ તેમજ કલ્યાણ મંત્રાલયના અંતર્ગત ચલાવવામાં આવે છે. આ યોજનાનો લાભના લેનારા ખેડૂતોને ખરીફ પાક માટે બે ટકા અને રવિ પાક માટે 1.5 ટકા પ્રીમિયમનું વળતર કરવાનું હોય છે. જ્યારે જે ખેડૂતો બાગાયતી ખેતી સાથે જોડાયેલા છે, તેમને 5 ટકા પ્રીમિયમનું વળતર કરવાનું રહેશે. 🟠ખેડૂતોને બહુ જ ઓછા પ્રીમિયમના દર ભરવાના હોય છે. બાકી પ્રીમિયમનું વળતર સરકાર તરફથી કરવામાં આવે છે. સાથે જ સરકારી સબસિડી પર કોઈ પણ ઉપરી સીમા નથી. ભલે બાકી પ્રીમિયમ 90 ટકા સુધીનું કેમ ન હોય, તેનો ખર્ચ સરકાર ઉઠાવે છે. કયા દસ્તાવેજો જરૂરી છે 🟠આધાર કાર્ડ 🟠બેંક પાસબુકની ફોટોકોપી 🟠જમીન સંબંધિત દસ્તાવેજો વીમો કેવી રીતે મેળવવો 🟠વીમો મેળવવા માટે, ખેડૂતોએ બેંકની નજીકની શાખા અથવા સહકારી મંડળીનો સંપર્ક કરવો પડશે જ્યાં તેમનું બચત ખાતું છે. 🟠ખેડૂતો ગ્રાહક સેવા કેન્દ્ર અથવા કોમન સર્વિસ સેન્ટરનો પણ સંપર્ક કરી શકે છે. 🟠ખેડૂતો પાક વીમા પોર્ટલ http://pmfby.gov.in પર તેમના પાકનો ઓનલાઈન વીમો પણ મેળવી શકે છે. 🟠આ સિવાય ખેડૂતો AIC પ્રતિનિધિઓ અથવા તેમની ઓફિસ અથવા અધિકૃત મધ્યસ્થીઓનો પણ સંપર્ક કરી શકે છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
23
0
અન્ય લેખો