યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
પોસ્ટ ઓફિસ યોજના – બચતનો સ્માર્ટ માર્ગ!
👉મહિલા સન્માન બચત પત્ર યોજના (Mahila Samman Saving Certificate) એક શ્રેષ્ઠ રોકાણ વિકલ્પ છે, જેને ભારત સરકારે મહિલાઓ માટે શરૂ કર્યું છે. આ યોજના હેઠળ 7.5% વ્યાજ દર મળે છે અને આ યોજના માર્ચ 2025 સુધી ઉપલબ્ધ રહેશે. આ યોજનામાં 18 વર્ષથી ઓછા વયની છોકરીના નામે પણ ખાતું ખોલી શકાય છે, પરંતુ ખાતું છોકરીના કાનૂની વાલી દ્વારા ખોલવામાં આવે છે. આ યોજનામાં રોકાણ પોસ્ટ ઓફિસ દ્વારા કરવાનું રહેશે, અને આ માટે આધાર કાર્ડ, પાન કાર્ડ, પાસપોર્ટ સાઇઝનો ફોટો વગેરે જેવા જરૂરી દસ્તાવેજો ની જરૂરી પડે છે.
👉આ યોજનાની પાકવાની મુદ્દત બે વર્ષની છે. એક વર્ષ પછી, રોકાણકારો રકમના 40% સુધી આંશિક ઉપાડ કરી શકે છે. ઉદાહરણ તરીકે, જો 2 લાખ રૂપિયાનું રોકાણ કરવામાં આવે તો એક વર્ષ પછી 80,000 રૂપિયા ઉપાડી શકાય છે.
👉જો 50,000 રૂપિયા રોકાયા છે, તો બે વર્ષ પછી 8,011 રૂપિયા વ્યાજ મળશે, અને કુલ વળતર 58,011 રૂપિયા થશે. તેવી જ રીતે, 1 લાખ રૂપિયા રોકાયા હોય તો 1,16,022 રૂપિયાનું વળતર મળશે. આ રીતે, મહિલા સન્માન બચત પત્ર યોજના મહિલાઓ માટે એક સુરક્ષિત અને લાભદાયક રોકાણ યોજના છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!