AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાકમાં સલ્ફરનું મહત્વ
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
પાકમાં સલ્ફરનું મહત્વ
• સલ્ફર પાક માટેનું સૌથી આવશ્યક ગૌણ તત્વોમાંનું એક છે. • તેનો ઉપયોગ ફૂગનાશક અને જંતુનાશક તરીકે પણ થાય છે. • સલ્ફર પાકના વિકાસ માટે મહત્વપૂર્ણ છે કારણ કે તે પ્રકાશસંશ્લેષણની પ્રક્રિયામાં મુખ્ય ભૂમિકા ભજવે છે.
સલ્ફરના ફાયદા: • સલ્ફરથી તેલની ટકાવારી, સુગંધ, પ્રોટીન અને ખાંડની માત્રામાં વધારો કરવા તેમજ ઉત્પાદનની ગુણવત્તામાં સુધારવામાં ઉપયોગી છે.તેતેથી, સલ્ફરનો ઉપયોગ ડુંગળી, હળદર, આદુ, સોયાબીન, મગફળી, શેરડી અને શાકભાજી જેવા પાકમાં કરવો જોઈએ. • સલ્ફર પાકમાં નાઇટ્રોજન, ફોસ્ફરસ, ફેરસ, જસત અને બોરોનની ઉપલબ્ધ કરવામાં મદદ કરે છે. • સલ્ફર ગરમી ઉત્પન્ન કરે છે જેથી જ્યારે વરસાદની મોસમમાં જમીન ભેજવાળી હોય ત્યારે સલ્ફર ભેજની ટકાવારીને સામાન્ય સ્થિતિમાં લાવવામાં અને છોડને વધુ મજબૂત બનાવવામાં મદદ કરે છે. રોગ અને જીવાત નિયંત્રણ: • ભૂકી છારો અને લાલ કથીરી નિયંત્રિત કરવા માટે છોડ પર સલ્ફર છાંટવામાં આવે છે. સલ્ફર 80 % @ 2 ગ્રામ પ્રતિ લિટર પાણી મુજબ છંટકાવ કરવો. સલ્ફરની ઉણપના લક્ષણો: • જો છોડમાં સલ્ફરની ઉણપ હોય, તો તે પાંદડાના દાંડીની નજીક ઝાંખો પીળો હોય છે. • જો રેતાળ જમીનમાં કાર્બનિક પદાર્થોનો અભાવ હોય, તો તે સલ્ફરણી ઉણપના કારણે હોઈ શકે છે સલ્ફરના સ્રોત: • શરૂઆતમાં, સલ્ફર ખાતર પાયાના ખાતર સાથે તેમજ ઉભા પાકમાં તેને ટપક પદ્ધતિ દ્વારા સલ્ફર આપી શકાય જેવા કે, બેનેસલ્ફ 90%, કોસાવેટ ખાતર 90%, સલ્ફામેક્સ ગ્રોમોર 90%, ઝુઆરી સલ્ફર 90%. •સલ્ફર ખાતર સિંગલ સુપર ફોસ્ફેટ, સલ્ફેટ ઓફ પોટાશ, 20:20:00:13, 00:00:50 (દ્રાવ્ય ખાતર) માં ઉપલબ્ધ છે. સાવચેતી: • ઉનાળામાં તેનો ઉપયોગ કરવો નહીં કારણ કે, સલ્ફર જમીનમાં ગરમી ઉત્પન્ન કરે છે. સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સેલન્સ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
395
0