AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાકમાં સફેદગેરુ રોગનું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકમાં સફેદગેરુ રોગનું નિયંત્રણ
🌿હાલના વાતાવરણ પ્રમાણે રાયડા ના પાક માં સફેદ ગેરુ ની સમસ્યા વધારે જોવા મળતી હોય છે અને નુકશાન પણ વધારે થાય છે જેને કારણે ખેડૂતો ને ઉત્પાદન ઓછું મળે છે. ચાલો જાણીએ આ સફેદ ગેરુ ની સમસ્યા નું સચોટ નિયંત્રણ. 🌿પાનની નીચેના ભાગમાં સફેદ અને સહેજ પીળા રંગના ટાંકણીના માથા જેવા ટપકાં જોવા મળે છે. થોડા સમય બાદ આ ચાઠાં મોટા થઇ એક બીજામાં ભળી જાય છે. જેઠો રોગીષ્ઠ પાન સુકાઈને ખરી પડે છે. આ રોગથી ફૂલોનો ભાગમાં વિકૃતિ જોવા મળે છે અને શીંગો બેસતી નથી. જો શીંગો બેસે તો વિકૃત અને પહોળી બની જાય છે. અને તેમાં દાણા અવિકસીત રહે છે. 🌿આ રોગના નિયંત્રણ માટે રાયડાના પાકમાં 80 દિવસ બાદ પિયત આપવું નહિ. આ રોગની શરૂઆત જણાય તુરંત જ મેટલ ગ્રો (મેટાલેક્સિલ 8% +મેન્કોઝેબ 64% ડબલ્યુપી) 35 ગ્રામ સાથે ઉચ્ચ ઉપજ માટે ન્યુટ્રી પ્રો ગ્રેડ 4 15 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે મિશ્રણ કરીને છંટકાવ કરવો. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
16
0
અન્ય લેખો