AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પાકમાં કરો યોગ્ય માવજત અને કમોસમી માવઠા થી કરો તેનું રક્ષણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પાકમાં કરો યોગ્ય માવજત અને કમોસમી માવઠા થી કરો તેનું રક્ષણ
🌧️ગુજરાત રાજ્યના મહેસાણા, અરવલ્લી, સાબરકાંઠા, મહીસાગર, દાહોદ, પંચમહાલ,અમદાવાદ તથા પાટણ, અને બનાસકાંઠા નાં અમુક વિસ્તારમાં પવન સાથે કડકડતી ઠંડી અને કમોસમી વરસાદી ઝાપટા પડવાની સંભાવના છે. આ વાતાવરણમાં શાકભાજી પાકો તથા શિયાળુ પાકોમાં નુકશાનની સંભાવના વધી જાય છે. જેથી પાકની તંદુરસ્તી અને ઉત્પાદન પર માઠી અસર નાં પહોચે તે માટે નીચે મુજબ કાળજી રાખવી. * જીરુંમાં કાળીયા અને ચરમી માટે છંટકાવ ડ્રેગનેટ (એઝોક્સિસ્ટ્રોબિન 4.8 + ક્લોરોથાલો નીલ 40% SC) @ ૬૦ મિલી અથવા રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન ૧૧ % + ટેબુકોનાઝોલ ૧૮.૩ % SC) @ ૨૫ મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો. અને જો સુકારો દેખાતો હોઈ ત્યારે કૂપર-૧ (કોપર ઓક્સીક્લોરાઈડ ૫૦% WG) @ ૫૦૦ ગ્રામ પ્રતિ એકર પુંખવાથી સારા પરિણામ મળશે. જો વરસાદી વાતારવરણ હોઈ તો આગોતરો પગલા રૂપે જીરાના પાકમાં પનાકા પ્લસ @ ૪૦ ગ્રામ + વેટસીલ પ્લસ સ્ટીકર @ ૫ મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો અને સલ્ફર ૮૦ % @ ૨ કિલો/પ્રતિ વીઘા આપવું. * તરબૂચ અને ટેટીના પાકમાં અત્યારે મોલો, પાનકોરીયું, મૂળનો સુકારો અને સારા વૃદ્ધિ વિકાસ માટે શટર@ ૭ ગ્રામ + ઝીમફલૉ @ ૨૦ મિલી + પ્યોર કેલ્પ @ ૫૦ મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો. * આંબાના પાકમાં મધીયો, થ્રીપ્સ અને ભૂકીછારાના નિયંત્રણ માટે શટર @ ૭ ગ્રામ + હેક્ઝા (હેક્સાકોનોઝલ 5% SC) @ ૪૦ મિલી /પંપ નો છંટકાવ કરવો. * ટામેટા, બટાકા અને ભીંડાના પાકમાં ટપકાના રોગ અને આગોતરો તેમજ પાછોતરા સુકારા માટે ડ્રેગનેટ (એઝોક્સિસ્ટ્રોબિન 4.8 + ક્લોરોથાલો નીલ 40% SC) @ ૬૦ મિલી અથવા રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન ૧૧ % + ટેબુકોનાઝોલ ૧૮.૩ % SC) @ ૨૫ મિલી પ્રતિ પંપ નો છંટકાવ કરવો. * શાકભાજી પાકોમાં વાતાવરણમાં પવન સાથે ઠંડી વધતા ચુસીયા જીવાત તેમજ ફૂગ જન્ય રોગ દ્વારા નુકસાન થઇ શકે છે તેથી કોન્સ્ટા (ફીપ્રોનીલ ૪૦% + ઇમિડાકલોપ્રિડ ૪૦ % WG ) @ ૭ ગ્રામ + ટેબુલ (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% WG) @ ૫૦ ગ્રામ + સિલિકોન @ ૧૫ મિલી પ્રતિ પંપ મુજબ છંટકાવ કરવો. * જમીનમાં ખાતર સાથે સંચાર @ ૧૦ કિલો પ્રતિ એકર અથવા ભૂમિકા @ 4 કિલો પ્રતિ એકર આપવું જેથી છોડ જમીનમાં રહેલા પોષક તત્વો સરળતાથી લઇ શકે. * જમીનમાં સલ્ફર ૯૦ % અથવા સલ્ફર ૮૦ % ૬ કિલો/એકર આપવું જોઈએ. ભેજ હોય તો પિયત આપવાનું ટાળવું જોઈએ.જો લાંબા સમય થી પાકને પાણી ના આપ્યું હોઈ અને આપવાની જરૂર જણાય તો રાત્રે પાણી આપવું જોઈએ. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
11
2
અન્ય લેખો