AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
પશુપાલકો માટે માઠા સમાચાર, અમુલે ઘટાડ્યા દૂધ ખરીદ ભાવ
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
પશુપાલકો માટે માઠા સમાચાર, અમુલે ઘટાડ્યા દૂધ ખરીદ ભાવ
અમુલ દ્વારા દૂધનાં ખરીદ ભાવમાં ઘટાડો કરવામાં આવ્યો છે. આ મુદ્દે ચેરમેન રામસિંહ પરમારની પ્રતિક્રિયા સામે આવી છે. તેમણે કહ્યું કે, “દૂધનાં ભાવ ઘટાડાનું કારણ દૂધની વધારે આવક છે. 30 રૂપિયા પૈકી 20 રૂપિયા ખેડૂત-પશુપાલક માટે બચતમાં રહેશે. ખેડૂતોને માત્ર 10 રૂપિયા ઓછા મળશે. અત્યારે 28 લાખ લીટર દૂધની આવક અમુલમાં થાય છે. અન્ય દૂધ સંઘો કરતા અમુલનો ભાવ સૌથી વધુ છે. અન્ય સંઘોનાં ભાવ 600ની અંદર છે.” તો અમુલનાં ભાવ ઘટાડા પર કૉંગ્રેસ પ્રમુખે પ્રતિક્રિયા આપી છે. અમિત ચાવડાએ કહ્યું કે, “ગુજરાતમાં ખેડૂતો અને પશુપાલકોને લાભ મળે તે માટે અમુલની સ્થાપના થઈ હતી. પશુપાલનનો વ્યવસાય મોંઘો થઈ રહ્યો છે. દૂધ સંઘો ખાનગી કંપનીની માફક કામ કરી રહ્યા છે અને તેના કારણે પશુપાલકોને નુકસાન થઈ રહ્યું છે. ગ્રાહકોને આનો લાભ મળી રહ્યો નથી. વચ્ચેની મલાઈ કોણ ખાઈ રહ્યું છે તેની તપાસ થવી જોઇએ.”
ઉલ્લેખનીય છે કે અમુલે ગાયનાં દૂધ ખરીદ ભાવમાં 8.90 રૂપિયાનો ઘટાડો કર્યો છે. તો ભેંસનાં દૂધ ખરીદ ભાવમાં રૂપિયા 20નો ઘટાડો કર્યો છે. પહેલા પ્રતિકિલો ફેટે 610 રૂપિયા મળતા હતા. તો હવે પશુપાલકોને રૂપિયા 590 રૂપિયા ચુકવવામાં આવશે. સંદર્ભ - સંદેશ ન્યૂઝ પેપર, તા.૧૨ નવેમ્બર ૨૦૧૮
3
0