ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
પંચરંગીયો વાઈરસ અને નિયંત્રણ
પાકમાં પાન પર અનિયમિત આકારનાં, છૂટાછવાયા પીળા રંગના ટપકાં દેખાય છે, જે સમય જતા કદમાં વધારો કરી એકબીજામાં ભળી જાય છે, જેના કારણે આખું પાન પીળું પડી જાય છે. વધુ ઉપદ્રવમાં છોડની નવી ફૂટતી કૂંપણો સંપૂર્ણ પીળી થઈ જાય છે અને પાન ટપકાંવાળા દેખાય છે.
👉રોગના નુકસાન અને અસર:
✅ રોગગ્રસ્ત છોડમાં ફૂલની સંખ્યા ઓછી રહે છે.
✅ શીંગો અને દાણાનું કદ નાનું રહે છે, જે ઉત્પાદન પર સીધો અસર કરે છે.
✅ ગંભીર ઉપદ્રવમાં પાકનું 80 થી 100% સુધી નુકસાન થઈ શકે છે.
👉પ્રતિકાર અને નિયંત્રણ:
✅ રોગગ્રસ્ત છોડને તાત્કાલિક ઉપાડી નાશ કરવો, જેથી રોગ ફેલાય નહીં.
✅ એગ્રોસ્ટાર મેડ્રિડ (એસેટામિપ્રિડ 20% એસપી) 10 ગ્રામ પ્રતિ પંપ અથવા એગ્રોસ્ટાર એડોનિક્સ (પાયરિપ્રોક્સીફેન 05% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ) 25 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો.
👉સમયસર નિયંત્રણ દ્વારા પાકને રોગથી બચાવીને સારા ઉત્પાદન અને ગુણવત્તાયુક્ત ઉપજ મેળવી શકાય.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!