કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
નીલા બાયોસેન્સ સ્ટિકી ટ્રેપ: જીવાત નિયંત્રણનું સ્માર્ટ સોલ્યુશન!
✅ સ્ટિકી ટ્રેપ મૂળતઃ એક પાતળી ચિપચિપી શીટ હોય છે. તે કોઈપણ રાસાયણિક ઉપયોગ વિના પાકનું રક્ષણ કરે છે અને રાસાયણિક નિયંત્રણ કરતા સસ્તી પણ પડે છે. સ્ટિકી ટ્રેપ શીટ પર જીવાતો ચોંટી જાય છે, જેના કારણે તેઓ પાકને નુકસાન પહોંચાડી શકતા નથી. સ્ટિકી ટ્રેપ વિવિધ રંગોની શીટમાં ઉપલબ્ધ હોય છે, જે ખેતરમાં પાકને નુકસાન કરનારી જીવાતોને આકર્ષવા માટે લગાવવામાં આવે છે.
✅ આ ટ્રેપથી પાક પર જીવાતોના હુમલાથી રક્ષણ મળે છે અને સાથે જ ખેતરમાં કઈ પ્રકારની જીવાતોનો ઉપદ્રવ ચાલી રહ્યો છે તેનો પણ સર્વે થાય છે. નીલો સ્ટિકી ટ્રેપ ખાસ થ્રિપ્સ જીવાત માટે ઉપયોગમાં લેવાય છે. આ જીવાત ડાંગર, ફૂલો અને શાકભાજીને નુકસાન પહોંચાડે છે.
✅ સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!