AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નવી મરચી રોપવાના હો તો આ માવજત ક્યારેય ભૂલતા નહિ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
નવી મરચી રોપવાના હો તો આ માવજત ક્યારેય ભૂલતા નહિ
🌶️મરચી રોપ્યા પછી ચૂંસિયાં જીવાત અને ખાસ કરીને થ્રિપ્સ સામે રક્ષણ આપવા માટે ધરૂની ફેરરોપણી વખતે ધરૂના મૂળને ઈમિડાક્લોપ્રીડ ૧૭.૮ એસએલ ૧૦ મિલિ અથવા થાયામેથોક્ઝામ ૨૫ ડબ્લ્યુજી ૧૦ ગ્રામ ૧૦ લિટર પાણીમાં ઉમેરી બનાવેલ દ્રાવણમાં બે કલાક બોળી રાખવા. Image-1 & 2 🌶️ફેરરોપણી બાદ ૧૫ દિવસે ખેતરમાં છોડની ફરતે કાર્બોફ્યુરાન ૩ જી ૮ થી ૧૦ કિ.ગ્રા. પ્રતિ એકરે પ્રમાણે આપવી. થ્રીપ્સની કોશેટા અવસ્થા જમીનમાં પસાર થતી હોવાથી શક્ય હોય ત્યાં સુધી આંતરખેડ નિયમિત કરતા રહેવું. ઉપદ્રવની શરૂઆતમાં લીમડાની લીંબોળીની મીંજનો ભૂકો ૫૦૦ ગ્રામ (૫% અર્ક) અથવા લીમડા આધારિત તૈયાર દવા ૧૦ મિલિ (૧૦૦૦૦ પીપીએમ- ૧ ઈસી) થી ૪૦ મિલિ (૧૫૦૦ પીપીએમ- ૦.૧૫ ઈસી) પ્રતિ ૧૦ લિટર પાણીમાં ભેળવી છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
5
અન્ય લેખો