AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નર્મદાને જીવંત રાખવા સરકારે લીધો મોટો નિર્ણય
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
નર્મદાને જીવંત રાખવા સરકારે લીધો મોટો નિર્ણય
ગુજરાતની જીવાદોરી સમાન સરદાર સરોવર ડેમમાંથી સરકારે આજથી (બુધવાર) પાણી છોડવાનો નિર્ણય લીધો છે. બુધવારથી નર્મદા નદીમાં 1500 ક્યૂસેક પાણી છોડવાનો રાજ્ય સરકારનો નિર્ણય લેવામાં આવ્યો છે. ડેમના ગોડબોલે ગેટમાંથી આ પાણી છોડવામાં આવશે. ગોડબોલે ગેટમાંથી આજથી 1500 ક્યુસેક પાણી છોડવામાં આવશે.
સરદાર સરોવર ડેમમાંથી સરકારે પાણી છોડવાના નિર્ણયથી ભરૂચ, નર્મદા, વડોદરા અને નર્મદા કાંઠા વિસ્તારની પાણીની સમસ્યા ઉકેલાશે. છેલ્લા ઘણા સમયથી નર્મદા નદીમાં પાણી છોડવા માટે લોકો માંગણી કરી રહ્યા હતા. આજથી ગોડબોલે ગેટમાંથી આજથી 1500 ક્યુસેક પાણી છોડાશે. ત્યાર બાદ ભરતી સમયે પાણી છોડાશે. નર્મદા નદીના પાણી ઓછું હોવાના કારણે ભરૂચની અંદર ખારાશનું પ્રમાણ દિન-પ્રતિદિન વધી રહ્યું હતુ. નર્મદા નદીમાં પાણી છોડવા માટે ઘણા સમયથી લોકો માંગ કરી રહ્યા હતા કે નર્મદા નદીમાં 1500 ક્યુસેક પાણી છોડવામાં આવે. હાલમાં નર્મદા ડેમમાં 600 ક્યુસેક જેટલું પાણી છોડવામાં આવે છે. આજથી પાણી છોડવાનું શરૂઆત કરી દેવામાં આવી છે. જેના કારણે ભરૂચ ,નર્મદા,વડોદરા નર્મદા કાંઠા વિસ્તારની નર્મદાના પાણીની સમસ્યા ઉકેલાશે. સંદર્ભ : સંદેશ ન્યૂઝ ૨૯ મે ૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
13
0