AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
નફાકારક ઘઉં ઉત્પાદન માટે ના ચાવીરૂપ મુદ્દાઓ !
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
નફાકારક ઘઉં ઉત્પાદન માટે ના ચાવીરૂપ મુદ્દાઓ !
🌾 વાવણી સમયને અનુરૂપ ભલામણ કરેલ જાતનું પ્રમાણિત બિયારણ વાપરો. 🌾 સમયસર વાવણી કરવી. વહેલુ અથવા મોડુ વાવેતર ટાળો. 🌾 રેતાળ / મધ્યમ જમીનમાં સંયુકત વાવણીયાની મદદ થી કોરાટે ઉભી - આડી ( ચોકડી ) પધ્ધતિથી વાવેતર કરો. 🌾 ઉધઈ નિયંત્રણ અને જૈવિક ખાતરની બીજ માવજત અપનાવો. 🌾 જમીન ચકાસણી આધારે પોષક તત્વોનો સમતોલ ઉપયોગ કરો. 🌾 પૂર્તિ ખાતર ૩૫ દિવસ સુધીમાં અવશ્ય આપો. 🌾 નિંદણનાશક દવાઓનો સમયસ૨ ઉપયોગ કરો. 🌾 પાણી કટોકટી અવસ્થાએ અચૂક પિયત આપો અને પોક અવસ્થા પછી પાકને પિયતની જરૂરિયાત રહેતી નથી . 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
6