કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ધઉંમાં પાનનો ગેરૂનો રોગ અને તેનું સચોટ નિયત્રણ
👉ગેરૂ ઘઉંમાં જોવા મળતો એક ફૂગજન્ય રોગ છે, જે પવન દ્વારા ઝડપથી ફેલાય છે. આ રોગના લક્ષણોમાં પાન, થડ અને પાંદડાંની દાંડી પર નારંગી કે ગેરૂ રંગના ટપકાઓ જોવા મળે છે. ઉપદ્રવિત પાંદડાં પર ગોળ, નાની કથ્થાઈ રંગની ફોલ્લીઓ જોવા મળે છે, જે સમય જતા પાંદડાંની બંને સપાટી પર જોવા મળે છે. જો આવા પાંદડાને આંગળી વડે સ્પર્શ કરવામાં આવે તો, નારંગી રંગનો પાવડર ચોંટે છે. રોગના વધુ પ્રકોપે પાંદડાં અને ડાળિયો સુકાઈ જાય છે, જે પાકની વૃદ્ધિ અને ઉપજ પર ગંભીર અસર કરે છે. ગરમ અને ભેજવાળું હવામાન આ રોગના માટે અનુકૂળ પરિસ્થિતિ છે.
👉આ રોગના નિયંત્રણ માટે **પનાકા એમ 45 (મેંકોઝેબ 75% ડબલ્યુપી)** 45 ગ્રામ અથવા **એગ્રોસ્ટાર ટેબુલ (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી)** 50 ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. વધુમાં, ઘઉંના ઊર્જાવાન વૃદ્ધિ વિકાસ અને દાણાની ગુણવત્તા માટે **સ્ટેલર** 25 ગ્રામ પ્રતિ પંપ પાણીમાં મિશ્રણ કરીને છંટકાવ કરવો.
👉સમયસર ઉપાય કરતા રોગના પ્રકોપને રોકી શકાય છે, અને ઘઉંના ઉત્પાદનમાં વધારો થાય છે. નિયમિત નિરીક્ષણ અને યોગ્ય દવાઓનો ઉપયોગ શ્રેષ્ઠ ઉપજ માટે ખૂબ જ અગત્યનો છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!