યોજના અને સબસીડીએગ્રોસ્ટાર
ધંધા માટે વાજપાઇ બેન્કેબલ યોજના
✨ગુજરાત રાજ્યના ગ્રામીણ અને શહેરી વિસ્તારના શિક્ષિત યુવાન / યુવતીઓ, દિવ્યાંગોને સ્વરોજગારીની તક મળે ખૂબ જરૂરી છે. શ્રી બાજપાઈ બેન્કેબલ યોજના દ્વારા કુટિર ઉદ્યોગોને પ્રોત્સાહન મળે તે મહત્વનો ઉદ્દેશ્ય છે. નાગરિકો પોતાનો સ્વતંત્ર વ્યવસાય ચાલુ કરે અને તેઓ આત્મનિર્ભર બને તે માટે ખૂબ ઓછા દરે લોન મળે તે હેતુસર વાજપેયી બેંકેબલ યોજના કાર્યરત કરેલ છે. VBY યોજના હેઠળ લાભાર્થીઓને દ્વારા ઉદ્યોગ, સેવા અને વેપારક્ષેત્રે લોન મળશે. અને આ પર સબસીડી પણ મળવાપાત્ર થાય છે.
✨વાજપેયી બેંકેબલ લોન યોજના લાભ મેળવવા માટે પાત્રતા
ઉંમર: 18 થી 65 વર્ષ હોવી જોઈએ.
લાયકાત:
✨અરજદારે લઘુત્તમ ધોરણ ચોથું પાસ કરેલ હોવું જોઈએ અથવા,
તાલીમ/અનુભવ:
✨ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા ત્રણ મહિના અથવા સરકારી માન્યતા પ્રાપ્ત સંસ્થાઓમાંથી ઓછામાં ઓછા એક મહિનાની તાલીમ મેળવવી જોઈએ.
✨સૂચિત વ્યવસાયનો વિસ્તાર અથવા તે જ પ્રવૃત્તિમાં ઓછામાં ઓછો 1 વર્ષનો અનુભવ હોવો જોઈએ અથવા વારસાગત કારીગર હોવો જોઈએ.
✨આવકનો કોઈ માપદંડ નથી
✨લાભાર્થીને જે ધંધા કે વ્યવસાય માટે લોન લેવાની હોય, તેને અનુરૂપ ખાનગી સંસ્થામાંથી ઓછામાં ઓછા 3 માસની તાલીમ મેળવેલી હોવી જોઈએ.
✨લાભાર્થી દ્વારા સરકાર માન્ય સંસ્થામાંથી 1 મહિનાની તાલીમ લીધેલ હોય તો પણ આ યોજનાનો લાભ લેવા માટે લાયક ગણાશે.
✨અરજદાર પાસે 1 વર્ષનો ધંધાને લગતો અનુભવ હોય તો પણ માન્ય ગણાશે.
✨લાભાર્થી પોતે વારસાગત કારીગર હોય તો પણ યોજનાનો લાભ મળવાપાત્ર થશે.
✨આ યોજનાનો લાભ દિવ્યાંગ કે અંધ નાગરિકો પણ લાભ મેળવી શકશે.
✨આ યોજના હેઠળ અરજદારને વાજપેયી બેંકેબલ યોજના નો લાભ જેમકે રાષ્ટ્રીયકૃત બેંકો, સહકારી બેંક, પબ્લીક સેક્ટરની બેંકો, ખાનગી બેંક દ્વારા લોન મેળવી શકશે.
✨વાજપેયી બેંકેબલ યોજના નો લાભ એક વ્યક્તિને માત્ર એક જ વખત મળશે.
✨સક્રિય સ્વસહાય જૂથ કે જેમનું ગ્રેડીંગ થયેલું હોય તેવા જૂથોને વાજપેયી બેંકેબલ યોજના નો લાભ મળવાપાત્ર થશે.
✨અરજદાર દ્વારા આ વિભાગ દ્વારા કે અન્ય વિભાગ દ્વારા આવી યોજનાનો લાભ મળ્યો હોય તેઓને આ યોજનાનો લાભ મળવાપાત્ર થશે નહીં.
વાજપેયી બેંકેબલ યોજના ના મળવાપાત્ર લાભ
✨ઉદ્યોગ ક્ષેત્ર માટે ₹.8.00 લાખ.
✨સેવા ક્ષેત્ર માટે ₹.8.00 લાખ.
✨વ્યવસાય ક્ષેત્ર માટે ₹.8.00 લાખ.
✨લોનની રકમ પર સબસિડીનો દર: ઉદ્યોગો, સેવા અને વ્યાપાર ક્ષેત્ર માટે નીચે જણાવ્યા મુજબ સબસિડી ઉપલબ્ધ રહેશે.
✨વિસ્તાર સામાન્ય જાતિ,અનુસૂચિત જાતિ/અનુસૂચિત જનજાતિ/ભૂતપૂર્વ સૈનિક/મહિલા/અંધ અથવા વિકલાંગ 40% કે તેથી વધુ વિકલાંગતા ધરાવતા
ગ્રામ્ય 25% 40%
શહેર 20% 30%
વાજપાઈ બેંકેબલ યોજનાનો લાભ મેળવવા માટે આવશ્યક દસ્તાવેજો.
✨શાળા છોડયાનું પ્રમાણપત્ર (એલસી)
✨પાસપોર્ટ સાઇઝનું ફોટો
✨ચૂંટણીકાર્ડ
✨લાભાર્થીનું આધારકાર્ડ
✨જન્મ નોંધણીનું પ્રમાણપત્ર
✨શૈક્ષણિક લાયકાતની માર્કશીટ (છેલ્લી માર્કશીટ)
✨જાતિ અંગેનું સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર (અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જન જાતિ માટે)
✨40% કે તેથી વધુ દિવ્યાંગ લાભાર્થીઓના કિસ્સામાં દિવ્યાંગતાની ટકાવારીનું સિવિલ સર્જનનું/સક્ષમ અધિકારીનું પ્રમાણપત્ર
✨અરજદાર દ્વારા મેળવેલ તાલીમ / અનુભવનું પ્રમાણપત્ર.
✨જે સાધન-ઓજાર ખરીદવાના હોય તેનો VAT/TIN નંબરવાળા ભાવપત્રક અસલ જોડવું.
✨નક્કી થયેલા ધંધાના સ્થળનો આધાર પુરાવો. (ભાડાકરાર / ભાડાચિઠ્ઠી / મકાન વેરાની પહોંચ) વીજળી વપરાશ કરવાની હોય તો મકાનનું ઈલેક્ટ્રિક બિલ અને મકાન માલિકનું સંમતિપત્રક.
✨આ યોજના ની વધુ માહિતી માટે અને અરજી કરવા માટે https://blp.gujarat.gov.in/ વેબસાઈટ ની મુલાકાત લો.
✨શ્રી વાજપાઇ બેંકેબલ યોજનાનો લાભ મેળવવા માટે આ લોન યોજનાની ઓનલાઈન એપ્લિકેશન કરી શકાશે. પરંતુ વધુ માહિતી અને માર્ગદર્શન માટે, આ યોજનાના લાભ મેળવવા માટે સંબંધિત જીલ્લાના ‘જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર’માંથી માહિતી મેળવી શકાશે.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!