AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દ્રૌપદી મુર્મૂ બન્યા દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ!
સમાચારએગ્રોસ્ટાર
દ્રૌપદી મુર્મૂ બન્યા દેશના પ્રથમ આદિવાસી મહિલા રાષ્ટ્રપતિ!
👉દ્રૌપદી મુર્મુ એક ભારતીય રાજકારણી છે. તેણી ૨૧ જુલાઈ ૨૦૨૨ ના રોજ ભારતના ૧૫મા રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવી છે. દ્રૌપદી મુર્મૂ ૨૫ જુલાઈએ રાષ્ટ્રપતિ તરીકે શપથ લેશે. 👉દ્રૌપદી મુર્મૂ ૧૯૯૭માં રાયરંગપુર નગર પંચાયતની કાઉન્સિલરની ચૂંટણી જીતીને પોતાની રાજકીય કારકિર્દીની શરૂઆત કરી હતી. 👉તેમણે અનુસૂચિત જનજાતિ મોરચાના ઉપાધ્યક્ષ તરીકે સેવા આપી છે. તે આદિવાસી મોરચાની રાષ્ટ્રીય કાર્યકારિણીના સભ્ય પણ રહી ચૂક્યા છે. 👉દ્રૌપદી મુર્મૂનો જન્મ ૨૦ જૂન ૧૯૫૮ના રોજ ઓડિશાના મયુરભંજ જિલ્લાના બૈદાપોસી ગામમાં સંથાલ પરિવારમાં થયો હતો. તેમના પિતાનું નામ બિરાંચી નારાયણ ટુડુ હતું. તેમના દાદા અને પિતા બંને તેમના ગામના વડા હતા. 👉તેણીએ શ્યામ ચરણ મુર્મૂ સાથે લગ્ન કર્યા. તેમને બે પુત્રો અને એક પુત્રી હતી. કમનસીબે બંને પુત્રો અને તેમના પતિ ત્રણેય અલગ અલગ સમયે અકાળે મૃત્યુ પામ્યા. તેમની પુત્રી પરિણીત છે અને ભુવનેશ્વરમાં રહે છે. 👉દ્રૌપદી મુર્મૂએ પોતાની વ્યાવસાયિક કારકિર્દી શિક્ષક તરીકે શરૂ કરી હતી. તે પછી ધીમે ધીમે રાજકારણમાં આવ્યા. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
16
0
અન્ય લેખો