AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જુગાડTV 9 ગુજરાતી
દેશી જુગાડથી બનેલા મશીનો છે ખુબ ઉપયોગી !
👨‍🌾 આપણે ઘણી વખત લોકોને ઘણા કામ માટે જુગાડ આપનવતા જોઈએ છીએ, ત્યારે આજે તમામ ક્ષેત્રે ટેક્નોલોજી નો સારો એવો વિકાસ થયો છે, પરંતુ ઘણી વખત આ સંશાધનો ખુબ મોંઘા હોવાથી સામાન્ય લોકોને પોસાતા નથી, ત્યારે જન્મ થાય છે દેશી જુગાડનો અને એવી એવી વસ્તુ લોકો દ્વારા બનાવવામાં આવે છે ખુબ જ નજીવી કિંમતે અને ચલાવવામાં પણ ખુબ જ સરળ હોય છે. 🌀 થોડા સમય પહેલા એક ખેડૂતે માત્ર 500 રૂપિયામાં નિંદામણ દૂર કરવાનું મશીન બનાવ્યું હતું, જેમાં એક વ્હીલ અને થોડાક લાકડાના ટુકડા તેમજ એક બ્લેડની મદદથી આ મશીન બનાવામાં આવ્યું હતું. ત્યારે આપણે અવાર-નવાર ખેડૂતોને પણ ખેતી કામ માટેના ઓજારના જુગાડ કરતા જોઈએ છીએ. અહીં પણ કેટલાક એવા વીડિયો છે, જેમાં તમને દેશી જુગાડ જોવા મળશે. જેમાં રિમોટથી ચાલતું ટ્રેક્ટર તેમજ વિવિધ મશીનો છે કોઈ કંપનીએ નહીં, પરંતુ સામાન્ય માણસ અને ખેડૂતોએ બનાવેલા છે. 💠 ઘણી વખત સામાન્ય લાગતા આ જુગાડું મશીન ખુબ ઉપયોગી સાબિત થાય છે. જેમાં કૃષિ ઓજારો પણ સામેલ છે, ત્યારે અમુક દેશી આઈડિયાથી બનેલા મશીન ખુબ લોકપ્રિય પણ બને છે. ખેતરમાં વિવિધ પ્રકારના કામો રહેતા હોય છે જેમાં રોપણી, ખેડ, કાપણી તથા લણણી વગેરે કામોનો સમાવેશ થાય છે. પરંતુ આ કામો માટે માણસોની જરૂરીયાત રહેતી હોય છે જ્યારે હાલના સમયે મજૂરી ખુબ મોંઘી હોવાથી ખેડૂતો એવા જુગાડ અપનાવે છે જે ખુબ અસરકારક હોય છે. સંદર્ભ : TV 9 ગુજરાતી, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
17
2