પશુપાલનએગ્રોસ્ટાર
દુનિયાની સૌથી મોંઘી ગાય
🐄દુનિયાભરમાં વસતા કરોડો હિંદુઓ ગાયને માતા માને છે. ભારતમાં આ જીવની પૂજા થાય છે. આયુર્વેદમાં ગાયના દૂધને અમૃત તરીકે વર્ણવવામાં આવ્યું છે. આજે પણ ભારતના ગામડાઓમાં તમને તમારા મોટાભાગના ઘરોમાં ગાયો🐄 જોવા મળશે. ગામડું હોય કે શહેર લોકો પોતાની કમાણી વધારવા માટે 🐄ગાયો કે ભેંસો પાળે છે.પશુપાલકો દર મહિને દૂધ વેચીને તગડી કમાણી મેળવી રહ્યા છે. પરંતુ શું તમે 🤔જાણો છો કે વિશ્વની સૌથી મોંઘી ગાય ક્યાં મળે છે? અને તેની કિંમત શું🤔 છે? જો નહીં, તો આજે અમે તેના વિશે વિગતવાર જણાવી દઈએ.
🐄કરોડોમાં છે ગાયની કિંમત:
આજે આપણે વાત કરી રહ્યા છીએ દુનિયાની સૌથી મોંઘી ગાયની. સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે આ ગાય વિદેશમાં હોવા છતાં, તે ભારત સાથે સંબંધિત છે. આજે અમે જે ગાયની વાત કરી રહ્યા છીએ, તેનું નામ વિયેટીના-19 એફઆઇવી મારા ઇમોવિસ છે.
🐄બ્રાઝિલમાં આ ગાયની કિંમત લગભગ 40 લાખ ડોલર (32 કરોડ રૂપિયા) છે. તાજેતરમાં આ ગાયની માલિકીનો એક તૃતીયાંશ હિસ્સો લગભગ ચાર કરોડમાં વેચાયો છે. તે મુજબ તેને વિશ્વની સૌથી મોંઘી ગાય માનવામાં આવે છે. અહીં નોંધનીય વાત એ છે કે આ ગાય નેલ્લોર જાતિની છે. તેને ભારતમાંથી બ્રાઝિલ અને અન્ય દેશોમાં મોકલવામાં આવી હતી.
🐄નેલ્લોરમાં છે કરોડો ગાયો:
ભારતમાં આ ગાય આંધ્રપ્રદેશના નેલ્લોર જિલ્લામાં જોવા મળે છે. અહીંથી વિયેટીના-19 એફઆઇવી મારા ઇમોવિસને બ્રાઝિલ લઇ જવામાં આવી હતી. ધીમે ધીમે આ ગાય આખી દુનિયામાં વિસ્તરવા લાગી અને હવે આજે તેને વિશ્વની સૌથી મોંઘી ગાયનો દરજ્જો મળ્યો છે. આપને જણાવી દઈએ કે દુનિયાભરમાં નેલ્લોર જાતિની ગાયોની સંખ્યા લગભગ 16 કરોડ છે. તેમની વયમર્યાદા લગભગ 15-20 વર્ષ હોય છે.
🐄શા માટે છે આટલી મોંઘી? -
નેલ્લોર જાતિની ગાયો સમગ્ર વિશ્વમાં સૌથી મોંઘી છે, કારણ કે તેઓ પોતાને ગમે ત્યાં સમાયોજિત કરે છે અને તે સામાન્ય ગાયો કરતા પુષ્કળ દૂધ પણ આપે છે. સાથે જ શરીરને ફાયદો થાય તેવા ઘણા પોષક તત્વો આ ગાયના દૂધમાં જોવા મળે છે. એટલે આ ગાય આખી દુનિયામાં ખૂબ જ મોંઘી છે. નેલ્લોર પ્રજાતિની આ ગાયનો રંગ ચમકદાર સફેદ હોય છે. સાથે જ તેની ત્વચા ઢીલી હોય છે.
👉સંદર્ભ : AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!