AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવેલાના પાકમાં સફેદમાંખીનું નુકસાન અને નિયત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
દિવેલાના પાકમાં સફેદમાંખીનું નુકસાન અને નિયત્રણ
👉મુખ્ય પાકોની વૃદ્ધિ અને ઉત્પાદકતા માટે નુકસાનદાયક જીવાતોનો પ્રભાવ ઘટાડવો આવશ્યક છે. ખાસ કરીને બચ્ચા અને પુખ્ત જીવાતો પાનમાંથી રસ ચૂસીને 50% સુધી નુકસાન પહોંચાડે છે. આ જીવાતની માદા પાનની નીચલી સપાટી પર મધ્ય નસની નજીક સીધી લાઈનમાં ઇંડા મૂકે છે, જે તેનાં જીવનકાળમાં 51 થી 100 સુધી હોઈ શકે છે. આ ઇંડા લગભગ 7 થી 14 દિવસમાં ફૂટે છે અને આમાંથી નિકળતા બચ્ચા પાન પર ચોંટીને તેનું રસ ચૂસે છે, જેના કારણે છોડની વૃદ્ધિ પ્રભાવિત થાય છે. 👉પાકને આ જીવાતથી બચાવવા માટે નિયંત્રણ જરૂરી છે. આ માટે મેડ્રિડ (એસીટામીપ્રીડ 20% એસપી) 12 ગ્રામ પ્રતિ પંપ અથવા એડોનિક્સ (પાયરિપ્રોક્સીફેન 05% + ડાયફ્થીથ્યુરોન 25% એસઈ) 25 મી.લી. પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. આ નિકટમ ઉપાયોના નિયમિત છંટકાવથી પાકને જીવાતની અસરથી બચાવીને સ્વસ્થ વૃદ્ધિ માટે અનુકૂળ વાતાવરણ બનાવવું શક્ય બને છે. 👉સ્ત્રોત:- એગ્રોસ્ટાર ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
6
0
અન્ય લેખો