AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
દિવસના ત્રણ મહત્વના સમાચાર, જાણો ફટાફટ !
સમાચારએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
દિવસના ત્રણ મહત્વના સમાચાર, જાણો ફટાફટ !
AMUL સાથે બિઝનેસ શરૂ કરો,જાણો માહિતી ! ✔️ અમૂલની ફ્રેન્ચાઈઝી લેવી એ ફાયદાનો સોદો છે. ✔️ રોયલ્ટી વગર અને પ્રોફિટ શેરિંગ વગર મળશે Amul ફ્રેન્ચાઈસી ✔️ Amul બે પ્રકારની ફ્રેન્ચાઈઝી ઓફર કરે છે. જો તમે અમૂલ આઉટલેટ, અમૂલ રેલવે પાર્લર કે અમૂલ ક્યોસ્કની ફ્રેન્ચાઈઝી લેવા માંગતા હોવ તો તેમાં લગભગ 2 લાખ રૂપિયાનું રોકાણ કરવું પડશે. ✔️ અન્ય ફ્રેન્ચાઈઝીમાં 6 લાખનું રોકાણ જો તમારે ફ્રેન્ચાઈઝી માટે અરજી કરવી હોય તો તો તમે retail@amul.coop પર મેઈલ કરી શકો છો. સમગ્ર પ્રોસેસ અંગે જાણવા માટે અમૂલના આ લિંક ઉપર પણ ક્લિક કરી શકો છો. http://amul.com/m/amul-scooping-parlours ખાતામાં નથી કોઈ બેલેન્સ, છતાં મળશે તમને 10 હજાર રૂપિયા : ✔️ જો તમારા જન ધન ખાતામાં બેલેન્સ ન હોય તો પણ, તમને 10,000 રૂપિયા સુધીની ઓવરડ્રાફ્ટ સુવિધા મળશે. એક રીતે, તે ટૂંકા ગાળાની લોન જેવું છે. અગાઉ આ રકમ 5 હજાર રૂપિયા હતી. આ ખાતામાં ઓવરડ્રાફ્ટ સુવિધા માટે મહત્તમ વય મર્યાદા 65 વર્ષ છે. તે જ સમયે, ઓવરડ્રાફ્ટ સુવિધા આ ખાતાની સંતોષકારક કામગીરીના 6 મહિના પછી જ ઉપલબ્ધ થશે. તે જ સમયે, 2,000 રૂપિયા સુધીનો ઓવરડ્રાફ્ટ કોઈપણ શરતો વગર ઉપલબ્ધ છે. 'હીરાએ ખેડૂતની કિસ્મત ચમકાવી' ! ✔️ મધ્યપ્રદેશના પન્ના જિલ્લામાં એક ખેડૂતને સરકાર પાસેથી મળેલી ભાડાપટ્ટાની જમીનમાં ખોદકામમાં ઉચ્ચ ગુણવત્તા વાળા 6.47 કેરેટના હીરા મળ્યા છે. આ ખેડૂતને પાછલા બે વર્ષમાં ખોદકામમાં છઠ્ઠી વખત હીરા મળ્યા છે. જિલ્લામાં પ્રભારી હીરા અધિકારી નૂતન જૈને શનિવારે જણાવ્યું કે જરૂઆપુર ગામમાં એક ખોદકામમાં શુક્રવારે પ્રકાશ મજૂમદારને આ હીરા મળ્યા. તેમણે જણાવ્યું કે 6.47 કેરેટના આ હીરાને આગામી ઓક્શનમાં વેચાણ માટે મુકવામાં આવશે અને કિંમત સરકારના દિશા નિર્દેશો અનુસાર નક્કી કરવામાં આવશે. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. 👉 સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરો સાથે આ માહિતી કેવી લાગી નીચે કોમેન્ટ કરી જાણ કરશો.
12
4