ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
દાડમમાં ફળ કોરીખાનાર ઇયળ વિષે જાણો
👉દાડમના પાકમાં ઈંડા મુકાણ કર્યા બાદ નીકળેલ ઈયળ ફળમાં કાણું પાડીને અંદર દાખલ થાય છે અને તેમાં વૃદ્ધિ પામે છે. આ ઈયળ દાડમના દાણા ખાય છે, જેના કારણે ફળની ગુણવત્તા ઘટે છે. નુકસાનગ્રસ્ત ફળમાં ફૂગ અને જીવાણુઓનો પ્રકોપ વધી જાય છે, જેનાથી ફળ કહોવાતા થાય છે અને ખરાબ વાસ આવવા લાગે છે. આ નુકસાન પામેલા ફળ બજારમૂળ્ય ગુમાવી બગડી જાય છે, પરિણામે ઉત્પાદન અને ખેડૂતોની આવક પર માઠી અસર થાય છે.
👉આ સમસ્યાનો અસરકારક નિયંત્રણ માટે ક્લોરાન્ટ્રાનીલીપ્રોલ ૧૮.૫ એસસી ઘટક ધરાવતી રેપીજેન દવા ૬ મિલિ પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો જરૂરી છે. આ દવાના છંટકાવથી ઈયળના ઉપદ્રવને અટકાવી શકાય છે અને દાડમના ફળનું સંરક્ષણ કરી શકાય છે. સમયસર દવાનો ઉપયોગ કરવાથી ફળની ગુણવત્તા જાળવી રાખી વધુ ઉત્પાદન મેળવી શકાય છે.
👉ખેડૂતો માટે સલાહ છે કે, દાડમના પાકમાં નિયમિત નિરીક્ષણ કરી નુકસાનના પ્રારંભિક લક્ષણો પર ધ્યાન આપવું જોઈએ અને યોગ્ય નિયંત્રણ અપનાવી પાકને સુરક્ષિત રાખવું જોઈએ.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!