કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
દવા અને ખાતર મિક્સિંગ ટીપ્સ!
શું તમે ખાતર અને દવાઓ એકસાથે મિક્સ કરો છો? તો પહેલા આ જાણી લો!👉 અવારનવાર ખેડૂત મિત્રો સમય અને મહેનત બચાવવા માટે ખાતર (ફર્ટિલાઈઝર) અને દવાઓ (પેસ્ટિસાઈડ્સ) ને એકસાથે મિક્સ કરીને છંટકાવ કરે છે. પરંતુ યોગ્ય માહિતી વગર આવું કરવાથી પાકને મોટું નુકસાન થઈ શકે છે. આ વિડિયોમાં AgroStar ના Agri Doctor દ્વારા લાઈવ ડેમો સાથે સમજાવવામાં આવ્યું છે કે કઈ દવા અને ખાતર સાથે મિક્સ કરી શકાય છે અને કઈ નહિ.👉વિડિયોમાં EC, SC, WP, SL જેવી ફોર્મ્યુલેશનની મિક્સિંગ ગાઈડ આપવામાં આવી છે. સાથે સાથે બોરોન, કેલ્શિયમ નાઇટ્રેટ અને કોપર જેવા તત્ત્વોની મિક્સિંગ વખતે કઈ સાવચેતી રાખવી એ પણ બતાવવામાં આવ્યું છે. ઉદાહરણ તરીકે, સલ્ફર 80% પાવડરને હંમેશા એકલા છાંટવું જોઈએ. કોપર ઓક્સીક્લોરાઈડ પણ દરેક દવા કે ખાતર સાથે મિક્સ કરવું યોગ્ય નથી.👉વિડિયોમાં સ્પષ્ટ દર્શાવાયું છે કે ખોટી મિક્સિંગથી સ્પ્રેમાં થક્કો પડી શકે છે, જેના કારણે સ્પ્રે મશીન પણ ખરાબ થઈ શકે છે અને પાક પર ખરાબ અસર થઈ શકે છે.👉 જો તમે ઈચ્છો છો 100% અસરકારક સ્પ્રે અને સુરક્ષિત પાક, તો આ વિડિયો અવશ્ય જુઓ અને સાચી મિક્સિંગની રીત શીખો.👉 સંદર્ભ : AgroStarખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!