AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તલના પાકમાં સુકારોનો પ્રશ્ન અને નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તલના પાકમાં સુકારોનો પ્રશ્ન અને નિયંત્રણ
ફ્યુઝેરિયમ રોગ જમીનજન્ય ફૂગ ફ્યુઝેરિયમ ઓક્સિસ્પોરમ થી થતો હોય છે. આ રોગ છોડની જલવાહિનીમાં ફૂગની વૃદ્ધિ થવાથી થાય છે, જેનાથી છોડનાં પાન સુકાઈ જાય છે અને આખો છોડ મરી શકે છે. રોગગ્રસ્ત છોડના થડ કે દાંડી પર કાળાં ધાબાં જોવા મળે છે. 👉નિયંત્રણ માટે પગલાં: - ફૂગનાશક છંટકાવ માટે કાર્બેન્ડાઝીમ 50 WP 500 ગ્રામ પ્રતિ પંપ, કોપર ઓક્સીક્લોરાઇડ 50% WG 500 ગ્રામ પ્રતિ એકર અને એગ્રોસ્ટાર TMT 70 (થિયોફેનેટ મિથાઈલ 70% WP) 500 ગ્રામ પ્રતિ એકર છંટકાવ કરવો - મૂળના સારા વિકાસ માટે હુમિક પાવર NX 400 ગ્રામ પ્રતિ એકર પાણીમાં ભેળવી કે જમીનમાં રેતી અને ખાતર સાથે મિક્ષ કરીને આપવું - રોગપ્રતિકારક જાતો વાપરવી - બિયારણની બાયોપેસ્ટિસાઇડથી ટ્રીટમેન્ટ કરવી - પાણીનો નિકાસ વ્યવસ્થિત રાખવો 👉સાચા નિયંત્રણ દ્વારા પાકને રોગમુક્ત રાખી શકાય છે અને ઉત્પાદનમાં વધારો શક્ય બને છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
1
0
અન્ય લેખો