ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તલના પાકમાં પાન વાળનારી ઇયળ વિશે જાણો.
તલના પાકમાં જોવા મળતી "માથા બાંધનારી ઈયળ" નાની અવસ્થાએ 2-3 પાન ભેગા કરીને તેના વચ્ચે રહી પાન ખાય છે. આ ઈયળો છોડના વિકાસ માટે ભારે નુકસાનકારક હોય છે.
🔹શરૂવાતી અસર:
- જો ઈયળનો ઉપદ્રવ શરૂઆતમાં વધુ હોય તો છોડમાં નવા ફૂટાણા (ડાળીઓ) આવતી નથી, જેના કારણે ઉત્પાદન ઓછું થાય છે.
- પાન અને નરમાં કૂમળાં ભાગોમાં નુકસાન થાય છે.
🔹પાછલી અસર:
- પાન ખાઈને છોડનો વિકાસ અટકાવે છે.
- ફૂલ અવસ્થાએ આવી ઈયળો કળીઓને ખાઈ જાય છે, જેના કારણે ફૂલિંગ અને ફળધારણ પ્રભાવિત થાય છે.
- બૈઢા અવસ્થાએ શિંગાઓમાં નુકસાન કરતા પાકની ઊપજ ઘટી જાય છે.
🔹ઉપાય:
- ક્લોરપાયરીફોસ 20% EC @ 30 મિલી પ્રતિ પંપ પાણીમાં મેળવી છંટકાવ કરવો.
- ફાસ્ટર @ 30 મિલી પ્રતિ પંપ પાણી સાથે મિશ્રણ કરી પાકમાં સારા ફૂલ-ફળ માટે છંટકાવ કરવો.
- નુકસાન ટાળવા માટે નિયમિત રીતે પાકનું નિરીક્ષણ કરવું અને પ્રભાવશાળી દવાઓનો યોગ્ય સમયે ઉપયોગ કરવો.
👉સંદર્ભ :- Agrostar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને💬 કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!"