AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તરબૂચના પાકમાં ભૂકીછારાનું કરો અસરકારક નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તરબૂચના પાકમાં ભૂકીછારાનું કરો અસરકારક નિયંત્રણ
🍉ઉનાળુ તરબૂચનું વાવેતર કરેલ ખેડૂતો ને અત્યારે ભુકીછારાનો પ્રશ્ન જોવા મળતો હશે.તો આજે આપણે વાત કરીશું તેની ઓળખ,નુકશાની અને નિયંત્રણ વિશે.વધુ માહિતી માટે લેખ વાંચો. 🍉આ રોગ ને સુકું અને ઠંડુ હવામાન વધારે અનુકુળ આવે છે.શરૂઆતમાં પાન અને કુમળી ડાળીઓ પર હુમલો કરે છે. રોગ નાં ઉપદ્રવ વખતે પાનની ઉપરની સપાટી પર સફેદ ભૂકી જોવા મળે છે. જે સમગ્ર પાન પર તેમજ દાંડી અને ડાળી ઉપર પાઉડર રૂપે છવાઈ જાય છે. વાદળછાયું હવામાન અને વહેલી સવારે પડતા ઝાકળના લીધે રોગનો ફેલાવો વધુ થાય છે. રોગવાળા પાન પીળા પડી સૂકાઈ જાય છે, ફૂલ અવસ્થાએ આ રોગ આવે તો ફૂલ કરમાઈ ને ખરી જાય છે જેથી ફૂલ બેસતા નથી અને ઉપ્ત્પાદનની ગુણવત્તા અને વજન માં પણ ઘટાડો થાય છે. વધુ ઉપદ્રવમાં આખો છોડ પણ સુકાય જાય છે. 🍉આ રોગના નિયંત્રણ વિશે વાત કરીયે તો પ્રથમ છંટકાવમાં હેકઝા(હેક્સાકોનોઝલ ૫% SC) @ ૨૦ મિલી અને સાથે ફલોરોફીક્સ ૨૫ ગ્રામ/ ૧૫ લીટર પાણીમાં ભેળવી ને છંટકાવ કરવો. જરૂર જણાય તો બીજા છંટકાવ માં રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન ૧૧ % + ટેબુકોનાઝોલ ૧૮.૩ % SC) ૨૫ મિલી મુજબ છંટકાવ કરવાથી અસરકારક નિયંત્રણ મેળવી શકાય છે. સંદર્ભ :- એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.
9
0
અન્ય લેખો