AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
તરબૂચના પાકમાં પાન કોરિયાનો પ્રશ્ન અને તેનું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
તરબૂચના પાકમાં પાન કોરિયાનો પ્રશ્ન અને તેનું નિયંત્રણ
માદા માખી પાનની પેશીમાં ઇંડા મુકે છે. આ ઇંડામાંથી નીકળતી ઈયળ પાનના બે પડ વચ્ચે બોગદું બનાવે છે અને પાનના ઉત્તમ ભાગોને ખાય છે. પાન ઉપર વાંકીયુકી સર્પાકાર લીટીઓ સ્પષ્ટપણે જોવા મળે છે, જે પાક માટે નુકસાનકારક છે. પાનખોદક માખીના ઉપદ્રવથી છોડના વિકાસમાં ખલેલ આવે છે અને ઉત્પાદન પર માઠી અસર થાય છે. વધુ ઉપદ્રવના કારણે પાન સુકાઈ જાય છે, જેના કારણે પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંને પર નકારાત્મક અસર પડે છે. 👉ઉપાય: - માખીના નિયંત્રણ માટે એગ્રોસ્ટાર નીમલી (10000 PPM) 15 મિલી પ્રતિ પંપ અને એગ્રોસ્ટાર કિલ એક્ષ 10 મિલી પ્રતિ પંપના પ્રમાણમાં દવાનો છંટકાવ કરવો. - આ છંટકાવ પાનખોદક માખીના પ્રભાવી નિયંત્રણ માટે ઉપયોગી છે અને પાકને નુકસાનથી બચાવે છે. - છંટકાવ માટે પ્રથમ પ્રકોપની શરૂઆત થાય ત્યારે જ દવાનો ઉપયોગ કરવો. 👉આ પદ્ધતિનું અનુસરણ કરીને પાકની ગુણવત્તા અને ઉત્પાદન સુધારી શકાય છે. પાનખોદક માખીનું નિયંત્રણ સમયસર કરવાથી નુકસાન ટાળવું સરળ બને છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
4
0
અન્ય લેખો