AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
તરબુચ ફાટવાનું કારણ? ઉકેલ અહીં જાણો!
તરબુચ ફાટવાની સમસ્યા ખેડૂતો માટે મોટી ચિંતાનો વિષય છે, કારણ કે તે ઉત્પાદન અને ગુણવત્તા પર પ્રભાવ પાડે છે. તેના પાછળ અનેક કારણો હોઈ શકે છે, જેમ કે ચુસીયા જીવાતનું નુકસાન, પોષક તત્વોની ઉણપ અને અયોગ્ય પિયત પદ્ધતિઓ. 👉ફળ ફાટવાના મુખ્ય કારણ: - થ્રિપ્સ અને ઈયળના નુકસાનના લીધે ફળની બહારની સપાટી નબળી થઈ જાય છે, જેના કારણે તે ફાટી શકે છે. - કૅલ્શિયમ અને બોરોનની ઉણપને કારણે ફળ નબળું થઈ જાય છે અને સરળતાથી ફાટવા લાગે છે. - અસમતલ પિયત , ખાસ કરીને વધારે પાણી આપ્યા પછી અચાનક પાણીની ઉણપ થવાથી ફળોને નુકસાન થાય છે. 👉સમાધાન: - યોગ્ય પોષક તત્વોનું સંતુલન જાળવી રાખો અને કૅલ્શિયમ તથા બોરોનની જરૂર મુજબ ઉપાય કરો. - જીવાતોની નિયમિત દેખરેખ રાખો અને યોગ્ય નિયંત્રણ અપનાવો. - સિંચાઈ નિયમિત કરો અને અચાનક પાણીની માત્રામાં ફેરફાર કરશો નહીં. 👉આ ટેક્નિકોને અપનાવી ખેડૂત મિત્રો તેમનાં તરબૂચના ઉત્પાદન અને ગુણવત્તામાં સુધારો કરી શકે છે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
3
0
અન્ય લેખો