AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીમાં થ્રીપ્સનું નુકસાન અને નિયત્રણ!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડુંગળીમાં થ્રીપ્સનું નુકસાન અને નિયત્રણ!
👉હાલમાં ડુંગળીના પાકમાં થ્રીપ્સની ઉપદ્રવની નોંધ થાય છે, જે ખેડુતભાઇઓ માટે મોટું ચિંતાનું કારણ બની છે. 🌱 થ્રીપ્સ ડુંગળીના પાનની અંદરની બાજુ રહીને કુણા પાન પર ઘસારો પાડીને પાનનો રસ ચૂસી લે છે. આ પ્રક્રિયા થકી પાન પર સફેદ લીસોટા જેવા ચિન્હો દેખાવા માંડે છે, જે પાકની વૃદ્ધિને પ્રભાવિત કરે છે અને પાન સુકાઈ જવા લાગે છે. થ્રીપ્સથી થતા નુકસાનના લક્ષણો: 👉સફેદ લીસોટા ચિન્હો: પાન પર સફેદ લીસોટા જોવા મળે છે, જે છોડના આરોગ્યને ખલેલ પહોંચાડે છે. 👉પાનનો સુકાવા: થ્રીપ્સના ઉપદ્રવના કારણે ડુંગળીના પાન સુકાઈ જાય છે, જે અંતે ઉત્પાદનને અસર કરે છે. 👉નિયંત્રણ: ફિફ્રોનીલ 80% ડબલ્યુજી દવાનો ઉપયોગ: થ્રીપ્સના નિયંત્રણ માટે, ફિફ્રોનીલ 80% ડબલ્યુજી ઘટક ધરાવતી એગ્રોનીલ 80 દવાનો 5 ગ્રામ પ્રતિ પંપની માત્રા અને 5 મિલી સ્ટીકર સાથે છંટકાવ કરવો. 🚜 👉સંપૂર્ણ કવરેજ: છંટકાવ કરતી વખતે દવાનો સંપૂર્ણ કવરેજ રાખવો જેથી પાનના અંદરનો ભાગ પણ પ્રભાવિત થાય. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
10
0
અન્ય લેખો