AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળીની નિકાસમાં થયો વધારો: ભાવ થયા મજબૂત
કૃષિ વાર્તાસંદેશ ન્યૂઝ પેપર
ડુંગળીની નિકાસમાં થયો વધારો: ભાવ થયા મજબૂત
દેશમાં ડુંગળીની નિકાસમાં ઝડપી વધારો જોવા મળ્યો છે. ખાસ કરીને છેલ્લા છ મહિના દરમિયાન સરેરાશ ડુંગળીના ભાવ નીચા રહ્યા હોવાથી નિકાસ વેપારો વધ્યા હતા. ભારતનાં હરીફ દેશોમાં પણ ભાવ ઊંચા હોવાથી ભારતીય નિકાસને ફાયદો થયો છે. ગુજરાતમાં ડુંગળીનાં ભાવ વધીને ક્વિન્ટલના રૂ.૧૫૦૦ની ઉપર પહોંચી ગયાં છે, જેને પગલે સરેરાશ બજારનું વલણ હાલ પૂરતું મજબૂત દેખાઈ રહ્યું છે.બુધવારે કુલ ૫૦ હજાર ગુણીની આવક થઈ હતી અને ભાવ ૨૦ કિલોના રૂ.૬૦થી ૨૪૦ લાલમાં અને રૂ.૨૪૦થી ૩૦૦નાં ભાવ સફેદમાં હતા.
ગુજરાતમાં ઉનાળુ ડુંગળીનું વાવેતર ચાલુ વર્ષે ૮૦ ટકા ઘટીને માત્ર ૧૮૦૦ હેકટરમાં થયું છે, જે ગત વર્ષે ૯૧૦૦ હેકટરમાં થયું હતું. સંદર્ભ: સંદેશ ૧૬ મે ૨૦૧૯ જો તમને આ માહિતી ઉપયોગી લાગી, તો ફોટો નીચે આપેલા પીળા અંગૂઠાના ચિહ્ન પર ક્લિક કરો અને નીચે આપેલા વિકલ્પોનો ઉપયોગ કરીને તમારા ખેડૂત મિત્રો સાથે તેને શેયર કરો
7
0