AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળી પાકમાં નીદામણ નિયત્રણ 🌱
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડુંગળી પાકમાં નીદામણ નિયત્રણ 🌱
👉ડુંગળીના પાકમાં નીદામણનું નિયંત્રણ કરવું એક બહુ જટિલ સમસ્યા છે, જે સમયસર ધ્યાનમાં લેવો જરૂરી છે 📉। જે ખેડૂતમિત્રોએ હાલમાં ડુંગળીનું ધરુંવાડિયું કર્યું હોય અને સાંકડા પાનવાળા નીદામણ જેમ કે ધરો, બંટ, આરોતારો, ખારીયું, કાગડિયું, સામો, ચોખલીયુ વગેરે જેવા નીદામણનો પ્રવર્તન જોવા મળે છે, તેઓ ક્વિઝ માસ્ટર (ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% ઇસી) @ 25-30 મિલી/પંપ પ્રમાણે છંટકાવ કરી શકે છે . 👉પહોળા પાનવાળા નીદામણ જેવા કે કાંસકી, દારૂડી, ચીલ, ખાખીવીડ વગેરેના નિયંત્રણ માટે ઓક્સિવીઆ (ઓક્સીફ્લુરોફેન 23.5 % ઇસી) @ 8 મિલી/પંપ પ્રમાણે છંટકાવ કરી શકાય છે. 👉જેઓએ તાજેતરમાં ડુંગળીની ફેરરોપણી કરી છે, તેઓ સાંકડા પાનવાળા નીદામણ માટે ક્વિઝ માસ્ટર (ક્વિઝાલોફોપ ઇથાઇલ 5% ઇસી) @ 30-40 મિલી/પંપ 🌾, અને પહોળા પાનવાળા નીદામણના નિયંત્રણ માટે ઓક્સિવીઆ (ઓક્સીફ્લુરોફેન 23.5 % ઇસી) @ 10 મિલી/પંપ પ્રમાણે છંટકાવ કરી શકે છે 🧴✨ 👉ઉપરોક્ત દવાના અસરકારક પરિણામ માટે દવાના છંટકાવનો સમય મહત્વનો છે ⏳, અને તે જમીનમાં ભેજ હોવો તથા નીદામણ 2 થી 4 પાનનું હોવું જરૂરી છે. 👉સમયસર નીદામણનું નિયંત્રણ કરવાથી પાકની ગુણવત્તા અને ઉપજમાં વધારો થાય છે 📈🌾, અને નિદામણના નુકસાનથી બચાવી શકાય છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
22
0
અન્ય લેખો