AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંગળી ની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડુંગળી ની વૈજ્ઞાનિક ખેતી પધ્ધતિ !
આબોહવા : સામાન્ય રીતે પાકની શરૂઆતની અવસ્થામાં ઠંડુ , ભેજ રહિત હવામાન વધુ માફક આવે છે . જમીન :- ડુંગળીના પાકને પોટાશતત્વ ધરાવતી મધ્યમ કાળી, ભરભરી જમીન વધુ અનુકુળ આવે છે. પરંતુ ભારે કાળી, ચીકણી તથા એસીડીક જમીન આ પાકને માફક આવતી નથી ધરૂ ઉછેર :- ડુંગળીના એક હેકટરના વાવેતર માટે ૮ થી ૧૦ કિ.ગ્રા. બીજની જરૂરીયાત રહે છે . એક હેકટરના વાવેતર માટે ૪ થી ૪.૫ ગુંઠા જેટલી જમીન ધરૂ ઉછેર માટે યોગ્ય છે . ફેરરોપણીઃ - ધરું જયારે ૬ થી ૭ અઠવાડિયા નું થાય ત્યારે અગાઉ થી તૈયાર કરેલ ક્યારા માં ૧૦*૧૦ અથવા ૧૫*૧૦ સે.મી ના અંતરે રોપણી કરવી. ખાતર : ફેરરોપણી પહેલા જમીનમાં સારું કોહવાયેલું છાણીયું ખાતર આપવું તેમજ હેકટરે ૩૮ કિલો નાઈટ્રોજન, ૬૦ કિલો ફોસ્ફરસ તથા ૫૦ કિલો પોટાશ તત્વના રૂપમાં પાયાના ખાતર તરીકે જમીન તૈયાર કરેલ કયારામાં આપવું . આંતર ખેડ: - વાવેતર ટૂંકા અંતરે થતું હોવાથી આંતર ખેડ શક્ય નથી. જેથી ૨ થી ૩ વાર હાથ નિંદામણ કરવું.
સંદર્ભ: એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઑફ એક્સિલેન્સ આ માહિતી ને લાઈક કરી અને અન્ય ખેડૂત મિત્રો સાથે અવશ્ય શેર કરો.
35
12