AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ નું સચોટ નિયંત્રણ!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડુંખ અને ફળ કોરી ખાનાર ઈયળ નું સચોટ નિયંત્રણ!
🍆રીંગણમાં આવતી જીવાતોમાં આ ઇયળ મુખ્ય ગણાય છે જેનાથી અંદાજિત 30-40 ટકા જેટલું નુકસાન થતુ હોય છે. 🍆જીવન ચક્ર: 👉🏻ઇંડા: માદા ફૂંદી 80-120 જેટલા આછા-સફેદ રંગના ઇંડા પાનની નીચે અને ફૂલો ઉપર મુકે છે અને જેની અવસ્થા 3-5 દિવસની હોય છે. 👉🏻ઇયળ: ઇંડામાંથી નીકળતી નાની ઇયળ આછા સફેદ રંગની હોય છે અને મોટી થતા આછી ગુલાબી રંગની હોય છે. ઇયળ અવસ્થા 9-28 દિવસની હોય છે. 👉🏻કોશેટા: મોટી પુખ્ત ઇયળ ફળ કે ડૂંખમાંથી બહાર આવી જમીન ઉપર ખરી પડેલ પાંદડાં ઉપર કોશેટા અવસ્થા ધારણ કરે છે જે 6-17 દિવસની હોય છે. પુખ્ત: કોશેટામાંથી નીકળતા ફૂંદા સફેદ રંગના અને શરીર ઉપર ભુખરા-કાળા ડાઘા જોવા મળે છે. આ અવસ્થા 7-10 દિવસની હોય છે. 🍆નુકસાનના ચિન્હો:  ઇંડામાંથી નીકળતી ઇયળો શરૂઆતમાં છોડ નાનો હોય ત્યારે ડૂંખમાં દાખલ થઇ અંદરનો ગર્ભ ખાય છે જેથી ડૂંખો ચીમળાઇ જાય છે.  જયારે ફળ બેસે ત્યારે નાની ઇયળો વજ્રમાં દાખલ થઇને ફળનો અંદરનો ગર્ભ કોરી ખાય છે અને કાણાંમાંથી તેની હગાર બહાર નીકળે છે. જેથી રીંગણ ખાવાલાયક રહેતા નથી.  ઇયળનો વિકાસ પૂર્ણ થતા ફળમાં કાણું પાડી કોશેટામાં જવા માટે બહાર નીકળી આવે છે જેથી ઉપદ્રવ લાગેલા ફળ પર ગોળ કાણું દેખાય છે. 🍆નિયંત્રણ :  નુકસાન પામેલ રીંગણ અને ચીમળાઇ ગયેલી ડૂંખોને ઇયળ સહીત તોડીને ઉંડો ખાડો કરી દાટી દેવી.  ફેરોમોન ટ્રેપ પ્રતિ એકરે 12-16 ની સંખ્યામાં મુકવા અને 60 દિવસ પચ્ચી લ્યુરને બદલવા.  ઉપદ્રવની શરુઆતે લીમડા આધારિત દવાઓનો છંટકાવ કરવો.  ઇયળ અવસ્થામાં ટ્રેથેલા ફ્લેવુરબીટાલીસ નામની ભમરી દ્વારા 55 ટકા જેટલું પરજીવીકરણ થતું હોય છે.  ગૌ-મૂત્ર 20 ટકાની સાંદ્રતા સાથે લીમડા, સીતાફળ, રતનજ્યોત કે ગંધાતીના પાનમાંથી તૈયાર કરેલ 10% અર્ક મિશ્ર કરી છંટકાવ કરવો.  વધુ ઉપદ્રવ જણાય ત્યારે કોપીગો ( ક્લોરેન્ટ્રાનિલિપ્રોલ 9.3% + લેમ્બડા-સાયલોથ્રીન 4.6% ZC) 8 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો. 👍 સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
4
0