AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરની ખેતીમાં 'શ્રી' પદ્ધતિથી બમણું ઉત્પાદન મેળવો!
નઈ ખેતી, નયા કિસાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સિલેન્સ
ડાંગરની ખેતીમાં 'શ્રી' પદ્ધતિથી બમણું ઉત્પાદન મેળવો!
👉 ડાગરની શ્રી પધ્ધતિ એટલે ઓછા પાણીએ થતી ડાંગરની ખેતી જે ' સિસ્ટીમ ઓફ રાઈસ ઈન્ટેન્સીફીકેશન ( એસ.આર.આઈ) કહેવાય છે. આ પધ્ધતિમાં ડાંગરના છોડ,જમીન અને પાણીના શ્રેષ્ઠ વ્યવસ્થાપન દ્વારા ઉત્પાદકતા વધારવા ડાંગર પકવવાની ચીલાચાલુ પધ્ધતિમાં ફેરફાર કરવામાં આવેલ છે. જેને 'શ્રી' ટેકનીક તરીકે ઓળખવામાં આવે છે. 👉 શ્રી પધ્ધતિ ( ડાંગરની સંકલિત ખેતી પધ્ધતિ ) વિશ્વના માલાગાસી,ચીન,ફીલીપાઈન્સ, ઈન્ડોનેશીયા,બાંગલાદેશ વગેરે દેશમાં તેમજ આપણા દેશમાં ત્રિપુરા,તામિલનાડુ,આંધ્રપ્રદેશ કર્ણાટક જેવા રાજયોમાં વધુ પ્રચલીત છે. ગુજરાત રાજયમાં મધ્ય ગુજરાત તેમજ માપસરના વરસાદના વિસ્તારોમાં તેમજ ગોરાડુ, રેતાળ, મધ્યમ કાળી તેમજ સારા નિતાર વાળી જમીનમાં આ ખેતી પધ્ધતિ વધુ અનૂકુળ રહે છે. 👉 મુખ્ય ચોખા સંશોધન કેન્દ્ર આણંદ કૃષિ યુનિવર્સિટી, નવાગામની ભલામણ અનુસાર 'શ્રી' પધ્ધતિની ખેતી થી આશરે 40 % જેટલું પિયત પાણીનો બચાવ થાય છે તેમજ ઉત્પાદનમાં વધારો કરી શકાય છે. પહોળા પાટલે રોપણીની આ ખેતી પધ્ધતિ થી રોગ જીવાત ઉપદ્રવ નહિવત રહે છે. જેને લીધે ઉત્પાદનમાં સરવાળે ફાયદો થાય છે. શા માટે શ્રી પધ્ધતિ? • ધરું ની ઉમર : ૧૦ થી ૧૨ જ દિવસ • વાવેતર અંતર : ૨૫ સેમી * ૨૫ સેમી • સરળતાથી નીંદણ નિયંત્રણ • ખેતર માં ફક્ત ભેજ જ જરૂરી 'શ્રી' પધ્ધતિ ના ફાયદા: • વધુ ઉત્પાદન ( ૧૫ થી ૨૦ %) • વહેલી કાપણી ( ૧૦ થી ૧૫ દિવસ) • ઓછા પાણી ની જરૂર • ડાંગર ઢળી પડવાની સમસ્યા ઓછી આવે. • જમીન ની તંદુરસ્તી સુધરે. 👉 ડાંગર ની 'શ્રી' પધ્ધતિમાં શું કરવુ અને શું ન કરવુ જાણવા માટે 👉ulink://android.agrostar.in/articleDetail?articleId=Article_20210607_GJ_ARTICLE_1PM&latestArticle=false&otherArticlesAvailable=false ક્લિક કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ, આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
10
5