AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરના બનાવેલ ધરુવાડિયામાં આ માવજત અવશ્ય કરશો
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
ડાંગરના બનાવેલ ધરુવાડિયામાં આ માવજત અવશ્ય કરશો
🌾 જૂલાઇમાં ડાંગરની રોપણી માટે આપ જૂનમાં જ ધરુવાડિયું તૈયાર કરશો જ. 🌾 ગાભમારાની ઇયળનો ઉપદ્રવ ધરુવાડિયાથી જ શરુ થઈ જતો હોય છે, માટે જ ધરુવાડિયાથી જ કાળજી રાખવી હિતાવહ છે. 🌾 જીવાતની માદા ફૂંદીઓ ધરુની ટોચો પર ઇંડા મૂંકે છે જે ધરુ સાથે ક્યારીમાં પણ પહોંચી જાય છે. ✔ આ માટે દાણાદાર દવાઓ જેવી કે ક્લોરાન્ટ્રાનિલીપ્રોલ 0.4 જીઆર અથવા કારટેપ હાઇડ્રોક્લોરાઇડ 4 જી અથવા ફિપ્રોનીલ 0.3 જીઆર એક ગુંઠાના ધરુવાડિયામાં એક કિ.ગ્રા. દાણાદાર દવા રેતી સાથે મિશ્ર કરી પ્રથમ હપ્તો ધરુ નાંખ્યા બાદ 15 દિવસે આપવો. 🌾 જરુર જણાય તો રોપણી માટે ધરુ ઉપાડતા પહેલા એક અઠવાડિયા અગાઉ આજ માવજત ફરી કરવી. 🌾 રોપણી વખતે ધરુની ટોચો કાપી નાંખવી તે તો આપ જાણતા જ હશો. ✔ આપ થાયોમેથોક્ષામ 25 ડબલ્યુજી દવા 3 થી 4 ગ્રામ પ્રતિ 10 લી. પાણીમાં ઓગાળેલ દ્રાવણ 250 મિલિ પ્રતિ ચો.મી. પ્રમાણે ડ્રેન્ચીંગ પણ કરી શકો છો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
11
3