AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરના પાકમાં ભૂખરા ટપકાં(બદામી ટપકાં) રોગ અને નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગરના પાકમાં ભૂખરા ટપકાં(બદામી ટપકાં) રોગ અને નિયંત્રણ
👉આ રોગ પાકની કોઈપણ અવસ્થામાં અને છોડના તમામ ભાગોમાં જોવા મળે છે. સામાન્ય રીતે, રોગની શરુઆત પાન પરથી થાય છે, જ્યાં નાના ભૂખરા રંગના ગોળ અથવા અંડાકાર ઘાટા બદામી ટપકાં દેખાય છે. રોગના પ્રભાવ વધતા, આ ટપકાં તલના દાણા આકારના ભૂખરા-રાતા રંગના થઈ જાય છે, જેનો મધ્યભાગ રાખોડી કે સફેદ દેખાય છે. 👉તીવ્ર પ્રભાવથી પાન પીળા પડીને ચીમળાઈને સુકાઈ જાય છે. રોગ દાણાઓને પણ અસર કરે છે, જેના કારણે દાણા પર બદામી-રાતા નાના ટપકાં દેખાય છે અને દાણાની ગુણવત્તા ખરાબ થઈ જાય છે. 👉રોગના નિયંત્રણ માટે એગ્રોસ્ટાર ટેબુલ (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 50 ગ્રામ પ્રતિ પંપ અથવા એગ્રોસ્ટાર રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી) 25 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો. દાણાની સારી ગુણવત્તા માટે એગ્રોસ્ટાર સ્ટેલર (જીબ્રેલીક એસિડ 0.001%) દવાનો મિક્ષ કરી છંટકાવ કરવો. સમયસર દવાના ઉપયોગથી પાકને સુરક્ષિત રાખી શકાય છે અને ઉત્પાદન ગુણવત્તાયુક્ત રહેશે. 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
8
0
અન્ય લેખો