કૃષિ વાર્તાએગ્રોસ્ટાર
ડાંગરના પાકમાં ભૂખરા ટપકાં(બદામી ટપકાં) રોગ અને નિયંત્રણ
👉આ રોગ પાકની કોઈપણ અવસ્થામાં અને છોડના બધા ભાગો પર દેખાવા મલે છે. તેની શરુઆત પાન પર નાના ભૂખરા રંગના ગોળ કે અંડાકાર ટપકાંથી થાય છે, જે બાદમાં તલના દાણા આકારના ભૂખરા-રાતા રંગમાં ફેરવાઈ જાય છે અને મધ્યભાગ રાખોડી કે સફેદ દેખાય છે. રોગની તીવ્રતાથી પાન પીળા પડી ચીમળાઈને સુકાઈ જાય છે, અને ઉપદ્રવ વધતા દાણા પર પણ બદામી-રાતા ટપકાં દેખાય છે, જેનાથી દાણાની ગુણવત્તા પર પ્રતિકૂળ અસર થાય છે.
👉રોગના નિયંત્રણ માટે યોગ્ય દવાઓનો ઉપયોગ કરવો જરૂરી છે. એગ્રોસ્ટાર ટેબુલ (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 50 ગ્રામ પ્રતિ પંપ અથવા એગ્રોસ્ટાર રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી) 25 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો. દાણાની ગુણવત્તા જળવાઈ રહે તે માટે એગ્રોસ્ટાર સ્ટેલર (જીબ્રેલીક એસિડ 0.001%) મિક્ષ કરી છંટકાવ કરવો. આ રીતે ઉપચારથી રોગનો નિયંત્રણ પ્રાપ્ત કરી શકાય છે અને પાકની સારી ગુણવત્તા જાળવી શકાય છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!