ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગરના પાકમાં કરમોડી (ખડખડિયો) રોગ અને નિયંત્રણ
👉પાકમાં ફૂગજન્ય રોગની શરુઆત પાન પર ટાંકણીના માથા જેવા ઘાટા, બદામી ટપકાં જોવા મળવાથી થાય છે. જેમ જેમ રોગ વિકસે છે, ટપકાં મોટા થઈને આંખના આકારના બને છે, જેની બંને બાજુઓ અણીવાળી અને મધ્યભાગ ભૂખરો સફેદ દેખાય છે. થડની નીચેની ગાંઠો રોગના પ્રભાવથી સડીને ભૂખરા રંગની થઈ જાય છે.
👉ફૂગના પ્રભાવને કારણે છોડના કંટીના સાંધાના ભાગો કાળાશ પડતા ભૂખરા રંગના થઈ જાય છે, જેના કારણે દાણાને પૂરતું પોષણ મળતું નથી અને ઉત્પાદન પર પ્રત્યક્ષ અસર થાય છે.
👉રોગના અસરકારક નિયંત્રણ માટે એગ્રોસ્ટાર રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી) 25 મિલી પ્રતિ પંપ અથવા એગ્રોસ્ટાર ડ્રેગનેટ (એઝોક્સિસ્ટ્રોબિન 4.8% + ક્લોરોથાલોનિલ 40.0% એસસી) 45 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો. દાણાની સારી ગુણવત્તા જાળવવા માટે એગ્રોસ્ટાર સ્ટેલર (જીબ્રેલીક એસિડ 0.001%) દવાનો મિક્ષ કરીને છંટકાવ કરવો.
👉સમયસર દવાનો ઉપયોગ કરવાથી પાકને રોગથી સુરક્ષિત રાખી વધુ અને ગુણવત્તાયુક્ત ઉત્પાદન મેળવી શકાય.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!