ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગરના પાકમાં કરમોડી (ખડખડિયો) રોગ અને નિયંત્રણ
👉મુખ્યત્વે શરુઆતમાં પાન પર ટાંકણીના માથા જેવા ઘાટા, બદામી ટપકાં દેખાય છે. આ ટપકાં મોટા થતાં આંખના આકારના અને બંને બાજુ અણીવાળા થઈ જાય છે, અને વચ્ચેનો ભાગ ભૂખરા સફેદ રંગનો દેખાય છે. રોગના વધુ પ્રસારથી થડની નીચેની ગાંઠો સડી જાય છે, જેનાથી ભૂખરા રંગના થાય છે.
👉છોડના થડના સાંધાના ભાગ પર ફૂગના આક્રમણને કારણે તે કાળાશ પડતા ભૂખરા રંગના થઈ જાય છે, જેના કારણે દાણાને પૂરતું પોષણ મળતું નથી અને ઉત્પાદનની ગુણવત્તા ખરાબ થવાની શક્યતા વધે છે.
👉આ રોગના નિયંત્રણ માટે કૃષિ તજજ્ઞો એ પાન અને દાણા બંનેના સંરક્ષણ માટે નીચે મુજબની દવાઓના છંટકાવની સલાહ આપે છે:
1. એગ્રોસ્ટાર રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી)
- 25 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો.
2. એગ્રોસ્ટાર ડ્રેગનેટ (એઝોક્સિસ્ટ્રોબિન 4.8% + ક્લોરોથાલોનિલ 40.0% એસસી)
- 45 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો.
3. દાણાની ગુણવત્તા સુધારવા માટે:
- એગ્રોસ્ટાર સ્ટેલર (જીબ્રેલીક એસિડ 0.001%)
- આ દવાને મિક્ષ કરીને છંટકાવ કરવાથી છોડના વિકાસમાં સુધારો થાય છે.
👉આ નિયંત્રણ પદ્ધતિઓ દ્વારા રોગનો પ્રભાવ ઓછો કરી શકાય છે, અને પાકની ગુણવત્તા જાળવી રાખી શકીએ છીએ.
સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!