AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગરના પાકમાં અળસીનો પ્રશ્ન અને નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગરના પાકમાં અળસીનો પ્રશ્ન અને નિયંત્રણ
અળશી, જેને વાયરવર્મ અથવા ક્લીક બીટલની ઇયળ પણ કહેવામાં આવે છે, તે જમીનમાં રહેતી જીવાત છે, જે છોડના મૂળને ગંભીર નુકસાન પહોંચાડે છે. આ જીવાત ખાસ કરીને ગોરાડૂ અને રેતાળ જમીનમાં વધુ જોવા મળે છે. તેની અસર પાંદડા પીળા પડવા, છોડ સુકાઈ જવા અને ક્યારેક પૂર્ણપણે નષ્ટ થવામાં જોવા મળે છે. 👉 અળશીથી થતા નુકસાન - જમીન નજીકના થડમાં કાણાં પાડી છોડને નબળું બનાવે છે. - મૂળને નુકસાન પહોંચાડીને પાકના વિકાસને અસર કરે છે. - પાકની ઊગવાનું પ્રમાણ ઓછું થઈ શકે છે, જે ઉપજ ઘટાડે છે. 👉 ઉકેલ અને નિયંત્રણ - પિયત અને ખેડાણ દ્વારા ઇયળો ઉપર આવી જાય છે, જે પક્ષીઓ અને અન્ય પરભક્ષી જીવાતો દ્વારા ખાઈ શકાય. - ક્લોરપાયરીફોસ ૨૦ ટકાના ઘટક ધરાવતી એગ્રોસ્ટાર એગ્લોરો ૫૦૦ મિલી પ્રતિ એકર પાણી સાથે મિક્સ કરીને છંટકાવ કરવો. - મેટારિઝિયમ અને બિવેરીયા બેસિયાના જેવા જીવાતનાશક ફૂગનો ઉપયોગ કરી શકાય. સાચા સમયે નિયંત્રણ લઈએ તો અળશીનો ઉપદ્રવ ઓછો થઈ શકે છે અને પાકને સુરક્ષિત રાખી શકાય! 👉સંદર્ભ :- AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
6
0
અન્ય લેખો