AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
 ડાંગર માંથી નિંદામણ નું નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગર માંથી નિંદામણ નું નિયંત્રણ
🌾ડાંગરની ખેતીમા સારા વૃદ્ધિ અને વિકાસ તથા સારા ઉત્પાદન માટે નિંદામણ નિયંત્રણ કરવું ખુબ જરૂરી છે. 🌾ડાંગરના પાકમાં ધરુંમાં અથવા ફેરરોપણી સમયે : ડાંગરના પાકમાં ધરું નાખ્યાના 12 થી 15 દિવસ બાદ સાંકડા અને પહોળા પાન વાળા નિંદામણ નાશક (ધરો, બંટ, સામો, ભાંગરો, ખાખી વીડ,) માટે એગ્રોસ્ટાર ની ઓમનીસ્ટાર (બાયસ્પાયરીબેકસોડીયમ 10% SC) 80 થી 100 મિલી/એકર પ્રમાણે આપી શકો છો. 🌾ડાંગરના પાકમાં ફેરરોપણી કર્યાના 5 દિવસની અંદર એક વર્ષીય, સાંકડા અને પહોળા પાંદડાવાળા નિંદામણ જેવા કે (બંટીયો, બંટ, ચીઢો, ડીડીયુ. આરોતારો, ભાગરી, પાણીપોઇચો) વગેરેના નિયંત્રણ માટે વીડલીફ્ટ દવા 600-750 મિલી./એકર પ્રમાણે આપવી. 👉🏻નોંધ : પાણી ભરેલા ખેતરમાં દવા ની બોટલ માં હોલ પાડી ને દવા ઉડાડીને ઉપયોગ કરવો. તેનો છંટકાવ નિદામણ ઉગ્યા પહેલા, ધરુંના ફેરરોપણીના 0-5 દિવસમાં કરવો. દવાના છંટકાવ સમયે ડાંગરની ક્યારીમાં 3 થી 4 ઇંચ અને 10 થી 12 કલાક પાણી ભરેલું હોવું જરૂરી છે. વીડલીફ્ટ દવા આપ્યા પછી 10 દિવસ સુધી કોઇ પણ ખાતર કીટનાશક કે ફુગનાશક દવા આપવી નહિ તથા છંટકાવ બાદ ખેતરમાં 10 દિવસ સુધી જવું નહિ. 🌾ડાંગરના પાકમાં ફેરરોપણીના 15 થી 20 દિવસ બાદ એગ્રોસ્ટાર ની ઓમનીસ્ટાર (બાયસ્પાયરીબેક સોડીયમ 10% SC) 100 થી 120 મિલી પ્રતિ એકરની સાથે એગ્રોસ્ટાર ની એગમિક્ષ (મેટસલ્ફ્યુરોન મિથાઈલ 10% + કલોરીમ્યુરોન ઈથાઈલ 10% WP) 8 ગ્રામ/એકર પ્રમાણે મિક્ષ કરીને આપી શકો છો.જે સાંકડા અને પહોળા પાંદડાવાળા નિદામણ જેવા કે બંટીયો, બંટ, ચીઢો, ડીડીયુ આરોતારો, ભાગરી, પાણીપોઇચો,વગેરેના નિયંત્રણ માટે ઉપયોગ કરી શકો છો. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
0