AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ડાંગર ના પાકમાં પર્ણચ્છેદક રોગ ની સમસ્યા !!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ડાંગર ના પાકમાં પર્ણચ્છેદક રોગ ની સમસ્યા !!
🌾ડાંગરના પાકમાં સૌથી ગંભીર ગણાતા રોગ માંનો એક રોગ એટલે પર્ણચ્છેદક નો રોગ તો જાણીએ રોગના લક્ષણો,ઓળખ અને નિયંત્રણ વિશે સંપૂર્ણ માહિતી. 👉ડાંગર પર્ણચ્છેદનો સુકારો શું છે? પર્ણચ્છેદનો સુકારો એ એક ફૂગ જન્ય રોગ છે જે રિઝોક્ટોનીયા સોલાનીને કારણે થાય છે. ફુગથી થતા આ રોગની શરૂઆત ખાસ કરીને ફુટ અવસ્થાએ થાય છે. અસર ગ્રસ્ત છોડ ઝડપથી સુકાઈ જાય છે .આ રોગને કારણે ૨૫% થી ૫૦% સુધી નું નુકશાન થઇ શકે છે. 👉કેવી રીતે ઓળખીશું? :- છોડના થૂમડામાં દરેક થડ ઉપર સાપની કાંચળી જેવા ચટપટા ડાઘ દેખાય છે. જેનાથી આખા થડ અને છોડ સુકાય જાય છે. અનુકૂળ વાતાવરણ રોગ ના પ્રારંભિક ડાઘ થડ તેમજ પાંદડાના ભાગમાં વિસ્તરે છે, આજુબાજુના સ્વસ્થ છોડમાં ઝડપથી ફેલાય છે. આ રોગ ની ફુગ ડાંગરના જડિયામાં તથા શેઢાપાળાના ઘાસ ઉપર લાંબા સમય સુધી જીવિત રહી બીજા વર્ષમાં અનુકૂળ વાતાવરણ મળે ત્યારે રોગ ફેલાવે છે. 👉પર્ણચ્છેદ સુકારા નું નિયંત્રણ :- ૧) બીજ ઉપચાર માટે ફૂગનાશક કાર્બેન્ડાઝિમ 25% + મેન્કોઝેબ 50% ડબ્લ્યુ એસ (સ્પ્રિન્ટ) @3 ગ્રામ / કિલો બીજ માટે ઉપયોગ કરો. ૨) નાઈટ્રોજન યુક્ત ખાતર ભલામણ મુજબ જ આપવું. ૩) ડાંગરના પાકને યોગ્ય અંતરે રોપણ કરવું. ૪) ખેતરની આજુબાજુ ના શેઢા પાળા પર નું ઘાસ કાઢો અને ચોખ્ખા રાખવા. ૫) રોગ અસર ગ્રસ્ત ડાંગરના ખેતરમાં થી પાણીનો નિકાલ કરીને ચેપ ઘટાડી શકે છે. ૬)રોગ નો ઉપદ્રવ જણાય ત્યારે કાર્બેન્ડાઝિમ 50% ડબલ્યુપી (ધાનુસ્ટિન) @ 1 ગ્રામ / લીટર અથવા હેક્સાકોનાઝોલ 5% એસસી (હેક્ઝા) @ 2 મિલી / લીટર અથવા હેક્સાકોનાઝોલ 4% + ઝિનેબ 68% ડબલ્યુપી (અવતાર) @ 2 ગ્રામ / લીટર પાણીથી છંટકાવ કરવો સંદર્ભ : એગ્રોસ્ટાર આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
4
2
અન્ય લેખો