AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ઠંડીની જમાવટ થતા જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા
સમાચારસંદેશ
ઠંડીની જમાવટ થતા જ શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા
શિયાળાની શરૂઆતની સાથે શાકભાજીના ભાવમાં અતિશય વધારો થયો છે. આ વર્ષે શાકભાજીના ભાવ ઘટવાની જ્ગ્યાએ વધી રહ્યાં છે.
સામાન્ય રીતે શિયાળાની શરૂઆતની સાથે શાકભાજીના ભાવમાં ઘટાડો થાય છે પરંતુ આ વખતે ડુંગળી, કોબી, વટાણા, ટામેટા જેવી શાકભાજીના ભાવમાં વધારો થઇ રહ્યોં છે અને ગત વર્ષની સરખામણી આ વખતે કેટલાક શાકભાજીના ભાવમાં અતિશય વધારો થયો છે. ડુંગળી અને ટામેટાના ભાવમાં બમણો વધારો થવાથી ગૃહિણીઓના બજેટને અસર થઇ છે. કેટલાક રાજ્યોમાં ભારે વરસાદને લીધે ડુંગળી અને ટામેટાના પાકને નુકશાન થયું હતું જેના કારણે માંગ અને સપ્લાઇ પર અસર થઇ હતી. તેમજ સ્ટોરેજ માટે ઇન્ફ્રાસ્ટ્રકચરની સુવિધાના અભાવને લીધે પણ કેટલાક શાકભાજીના ભાવમાં ઉછાળો નોંધાયો હતો.(સંદેશ ન્યૂઝપેપર રાજકોટ,તા.27 નવેમ્બર ૨૦૧૭)
5
0
અન્ય લેખો