AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
હવામાન ની જાણકારીGK & Current Affairs
ઠંડીના ચમકારા વચ્ચે માવઠાની આગાહી !
🌧 વિધિવત ઠંડી નો પ્રારંભ થઈ ગયો છે. હવે વાતાવરણમાં ઠંડી અનુભવવા લાગી છે. જોકે, ઠંડી વચ્ચે માવઠાની આગાહી કરવામાં આવી છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી કે, આજથી બેસતા વર્ષની શરૂઆત સુધીમાં અને તે પછી ગુજરાતના કેટલાક ભાગોમાં હળવું માવઠું થવાની સંભાવના છે. 🌧 અઠવાડિયાના અંતિમ દિવસોથી આગામી 3 દિવસ સુધી ગુજરાતના કેટલાક ભાગોમાં તાપમાન ઘટશે. આગામી 3 દિવસ બાદ રાત્રિનું તાપમાન માં ઘટાડો થશે. ત્યાર બાદ ધીરે ધીરે દિવસ અને રાત્રિના તાપમાનમાં ઘટાડો નોંધાશે. 27 ઓક્ટોબર પછી ગુજરાતમાં ઠંડીની અસર શરૂ થશે. 🌧 ખેડૂત મિત્રો, હવામાન ની સ્થિતિ ને ધ્યાન માં રાખીને આગામી શિયાળુ પાકનું વાવેતર કરવું. 👉 એગ્રોસ્ટાર કૃષિ જ્ઞાન ને ફોલો કરવા માટે ulink://android.agrostar.in/publicProfile?userId=558020 ક્લિક કરો. સંદર્ભ :GK & Current Affairs. આપેલ માહિતી ને લાઈક 👍કરી વધુ ને વધુ શેર કરી અન્ય મિત્રો ને માહિતીગાર કરો.
22
9