AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટ્રેક્ટરના ટાયરોમાં પાણી ભરવાથી થશે ફાયદો!
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ટ્રેક્ટરના ટાયરોમાં પાણી ભરવાથી થશે ફાયદો!
🚜ખેડૂતો માટે ટ્રેક્ટર ખુબ જ ઉપયોગી મશીન હોય છે. ટ્રેક્ટરની મદદથી ખેડૂતો ખુબ ઓછા સમયમાં ખેતીનું સારું એવું કામ પૂરું કરી લે છે. અત્યારના સમયમાં જ્યાં કૃષિ ટેક્નોલોજીમાં સતત સુધારો થઈ રહ્યો છે ત્યારે આવામાં ઉત્પાદકતા અને મશીનોની કાર્યક્ષમતાને વધારવા માટે નવી નવી ટેક્નોલોજી અપનાવવી પડે છે. આ જ કડીમાં તમે કદાચ જોયું હશે કે ટ્રેક્ટરના ટાયરોમાં પાણી ભરવામાં આવતું હોય છે. ટાયરોમાં ભરાય છે પાણી 🚜ટ્રેક્ટરોના ટાયરોમાં લગભગ 60-80% સુધી પાણી ભરવામાં આવે છે. આ પ્રક્રિયાને બેલેસ્ટિંગ ઓફ ટાયર્સ કહેવામાં આવે છે. પરંતુ આવું કેમ કરવામાં આવે છે શું તમને એની પાછળનું કારણ ખબર છે ખરું? ચાલો જાણીએ ટાયરોમાં કેમ ભરાય છે પાણી? 🚜ટ્રેક્ટરના ટાયરોમાં પાણી વધારવા પાછળનું મૂળ કારણ વજન વધારવાનું છે. જ્યારે ટાયરોમાં પાણી ભરવામાં આવે છે તો તેનાથી ટ્રેક્ટરનું વજન વધી જાય છે. જેના કારણે તેના પૈડાની જમીન પર પકડ મજબૂત બને છે. આ ખાસ કરીને ત્યારે ઉપયોગી થાય છે જ્યારે ટ્રેક્ટરને ભારે કે કપરા કામ માટે ઉપયોગમાં લેવાય છે. જેમ કે ખેતર ખેડવું, ભારે ઉપકરણોને ખેંચવા વગેરે.... બંને પ્રકારના ટાયરોમાં ભરી શકાય પાણી 🚜પાણી ટ્યૂબવાળા અને ટ્યૂબલેસ એમ બંને પ્રકારના ટાયરોમાં ભરી શકાય છે. ખેતીકામ માટે ઉપયોગમાં લેવાતા ટ્રેક્ટરોમાં વાલ્વ 'એર એને વોટર ટાઈપ' ના હોય છે. પાણી ભરવામાં આવે ત્યારે ટાયરની અંદરની હવા બીજા વાલ્વથી બહાર નીકળી જાય છે. ફાયદા 🚜ટ્રેક્ટરોએ ક્યારેક ક્યારેક પાણી ભરેલા ખેતરોમાં કામ કરવું પડે છે. આવી જગ્યાઓ પર જમીન ખુબ લપસણી થઈ જાય છે ત્યારે આવી સ્થિતિમાં હવા ભરેલા હળવા ટાયર જમીન પર લપસી પડે અથવા તો એક જ સ્થળે ઘૂમવા લાગે છે. પરંતુ જો ટાયરોમાં પાણી ભરી દેવામાં આવે તો ટાયરો ભારે થઈને પકડ બનાવી લે છે. આથી વોટર બેલેસ્ટિંગ કે ટાયરોમાં પાણી ભરવું એ જ યોગ્ય રીતે રહે છે. 👉સંદર્ભ : AgroStar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
18
0