AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
ટામેટામાં પાછોતરો સુકારાનો સચોટ નિયંત્રણ
ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ટામેટામાં પાછોતરો સુકારાનો સચોટ નિયંત્રણ
👉ટામેટાના પાકમાં પાછોતરો સુકારો (લેટ બ્લાઈટ) એ પાકના ઉત્પાદન અને ગુણવત્તા પર વિપરીત અસર કરતો ગંભીર રોગ છે. આ રોગ ફાયટોફથોરા નામની ફૂગથી ફેલાય છે, જેનો ઉપદ્રવ ખાસ કરીને આદ્ર અને શિયાળાના ઋતુમાં વધુ જોવા મળે છે. રોગની શરૂઆતમાં પાન પર ભૂરા પાણી જેવા ટપકાં દેખાય છે, જે ધીમે ધીમે આખા પાનમાં ફેલાઈ જતાં પાન સુકાઈ જાય છે. રોગની ગંભીરતા વધતાં, પાન દજાઈ જાય છે અને આખો પાક બળેલી સ્થિતિમાં દેખાય છે. તાપમાન અને ભેજ અનુકૂળ હોવાથી રોગ ઝડપથી ફેલાય છે, જે પાકને નષ્ટ કરી નાખે છે. ફળ પર પણ આ રોગની સીધી અસર પડે છે, જેના પરિણામે ફળ સડવા લાગે છે અને પાકમાં તીવ્ર વાસ આવે છે. 👉આ રોગનું નિયંત્રણ માટે યોગ્ય પગલાં લેવામાં આવે તો નુકસાન ઓછું થાય છે. રોગના નિયંત્રણ માટે પનાકા એમ 45 (મેંન્કોઝેબ 75% ડબલ્યુપી) 45 ગ્રામ અથવા એગ્રોસ્ટાર રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી) 20 મિલી પ્રતિ પંપ પાણીમાં મિશ્રિત કરીને છંટકાવ કરવો જરૂરી છે. વધુમાં, છોડના સારા વૃદ્ધિ અને ફૂલ-ફળના યોગ્ય વિકાસ માટે ફાસ્ટર 30 મિલી પ્રતિ પંપના દરે મિશ્રણ કરીને છંટકાવ કરવો જોઈએ. આ રીતથી રોગનું નિયંત્રણ કરીને પાકની ગુણવત્તા અને ઉત્પાદન બંનેમાં સુધારો કરી શકાય છે. 👉સંદર્ભ :- Agrostar ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!
9
0
અન્ય લેખો