ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
ટામેટાના પાકમાં પાન કોરીયુ અને નિયંત્રણ
👉માદા માખી નરમ અને કુમળા પાનની પેશીઓમાં ઈંડાં મૂકે છે, જેમાંથી નીકળતા બચ્ચાં પાનના બે પડ વચ્ચે રહીને લીલો ભાગ ખાઈ જાય છે. આ પ્રક્રિયા દરમિયાન પાન પર વાંકીચૂકી સાપના લીસોટા જેવા આકારના નિશાન પડે છે, જેને કારણે છોડનો વિકાસ અટકી જાય છે અને ઉત્પાદન પર નકારાત્મક અસર પડે છે. જો આ જીવાતનો ઉપદ્રવ વધુ હોય, તો પાન સંપૂર્ણપણે સૂકાઈ શકે છે.
👉આ જીવાતને નિયંત્રિત કરવા માટે શરૂઆતમાં પીળા રંગના ચીકણા ટ્રેપ લગાવવાથી જીવાતની ઉપસ્થિતિ અને વસ્તી વિશે જાણકારી મેળવી શકાય છે. નિયંત્રણ માટે પ્રાથમિક રીતે નીમ ઓઈલ (10000 PPM) 15 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવું અથવા એગ્રોસ્ટાર કિલ એક્ષ 10 મિલી પ્રતિ પંપ પ્રમાણે છંટકાવ કરવો.
👉આની સાથે યોગ્ય રોગનિવારક અને કીટનિવારક વ્યવસ્થાપન અપનાવવાથી પાનસૂકમકીના ઉપદ્રવથી અસરકારક રીતે બચાવી શકાય છે, જેથી પાકની ગુણવત્તા અને ઉત્પાદનમાં વધારો થાય.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!