કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
ઝૂકીની ખેતી: ઓછા ખર્ચે વધુ નફો!
👉 ઝુકિનીની ખેતી ભારતમાં ઝડપથી લોકપ્રિય બની રહી છે કારણ કે તે ઓછા સમયમાં વધુ ઉત્પાદન અને નફો આપે છે. આ પાક ગરમ હવામાનમાં સારી થાય છે અને ગોરાડુ અથવા રેતાળ માટી, જેમાં pH 6.0-7.5 હોય, તે વધુ યોગ્ય ગણાય છે. બીજ વાવેતર 1-1.5 ફૂટ અંતરે કરવું જોઈએ અને પ્રતિ એકર 2-3 કિલો બીજની જરૂરિયાત હોય છે.
👉 યોગ્ય ખાતર વ્યવસ્થાપન ખૂબ જ મહત્વપૂર્ણ છે, જેમાં જૈવિક અને રાસાયણિક ખાતરનો સંતુલિત ઉપયોગ કરવો જોઈએ. મુખ્ય જીવાત અને રોગો જેમ કે ભૂકીછારો, મોલો મચ્છી અને ફળમાખીથી બચવા માટે જૈવિક અને રાસાયણિક નિયંત્રણ કરવું જોઈએ. 45-50 દિવસે પ્રથમ વીણી આવે છે, અને પ્રતિ એકર 80-100 ક્વિન્ટલ ઉત્પાદન મેળવી શકાય છે.
👉 વધતી માંગ અને ઓછા સમયમાં વધુ ઉત્પાદનના કારણે ઝુકિનીની ખેતી એક લાભદાયક વિકલ્પ બની રહી છે. વધુ માહિતી માટે વિડિઓ જુઓ!
👉સંદર્ભ :- AgroStar India
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!