AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જે ખેતરમાં આપ કપાસ કરવા જઈ રહ્યાં છો તેમાં કોઇ નિંદામણ ઊભું તો નથીને?
એગ્રી ડૉક્ટર સલાહએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જે ખેતરમાં આપ કપાસ કરવા જઈ રહ્યાં છો તેમાં કોઇ નિંદામણ ઊભું તો નથીને?
👉 એટલા માટે કે જો ખેતરમાં ગાડર, કાસકી કે કોંગ્રેસ ઘાસ જેવા નિંદામણ ક્યાંક ખેતરમાં કે તેની આજુબાજુ ઉભા હશે તો તેમાં ચોક્કસ કપાસને નુકસાન કરતા મીલીબગ આશ્રય લેતા હશે. 👉 જે પછી થી અનુકૂળ વાતાવરણ મળતા આપના કપાસ ઉપર આક્રમણ કરી શકે છે. તેથી ખેતરમાં કે પછી ખેતરની આજુબાજુ શેઢા-પાળા કે વાડમાં આવા મીલીબગના યજમાન નિંદામણો ઉગેલા હોય તો સત્વરે ઉપાડી નાશ કરવા. 👉 આવા ઉપાડેલ નિંદામણ ફરી પાછા ખેતરના શેઢા ઉપર કે કેનાલમાં ફેંકી દેવા નહિ. 👉 ભેગા કરી જમીનમાં દાટી દો કે પછી તેનો ગળતીયું ખાતર બનાવવામાં ઉપયોગ કરો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
8
2
અન્ય લેખો