AgroStar
બધા પાક
કૃષિ જ્ઞાન
કૃષિ ચર્ચા
એગ્રી દુકાન
જીવાણુથી થતો દાડમના પાન અને ફળના ટપકાં નો રોગ !
સલાહકાર લેખએગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ
જીવાણુથી થતો દાડમના પાન અને ફળના ટપકાં નો રોગ !
✔ આ ટપકાંનો રોગ ફૂગ અને જીવાણૂંથી થાય છે જેથી ટપકાં શાનાથી પડ્યા તે નક્કી કર્યા પછી જ દવાનો છંટકાવ કરવો કારણ કે ફૂગ અને જીવાણૂંઓની દવા અલગ અલગ હોય છે. ✔ જીવાણૂંથી થતા આ રોગમાં પાન અને ફળ ઉપર પાણી પોચા ટપકાં જોવા મળે જે પાછળથી બદામી રંગના થતા હોય છે. ✔ ક્યારેક ફળ પણ ફાટી જતા હોય છે. (ફૂગથી થતા ટપકાં આછા જાંબલી થી કાળા રંગના હોય છે) ✔ ફળ ઉપર ડાઘા પડતા હોવાથી તે વેચાણ લાયક રહેતા નથી. ✔ ઉનાળુ ઋતુમાં જો ક્યારેક માવઠું પડી જાય તો આ રોગની તીવ્રતા વધી જતી હોય છે. ✔ વાડીમાં સતત ભેજનું વધારે પડતું પ્રમાણ પણ આ રોગને વધવામાં મદદ કરે છે. ✔ આમતો આ રોગ આખું વર્ષ જોવા મળતો હોય છે. ✔ રોગથી પડેલ પાન, ફળ, ફૂલ વગેરે ભેગા કરી નાશ કરવા. ✔ જીવાણૂંથી થતા આ રોગની શરુઆત થતા જ કોપર ઓક્ષીક્લોરાઇડ 50 ડબલ્યુપી 30 ગ્રામ અથવા કાસુગીમાઇસીન 5% + કોપર ઓક્ષીક્લોરાઇડ 45% ડબલ્યુપી દવા 10 ગ્રામ પ્રતિ 10 લી. પાણી પ્રમાણે છંટકાવ કરવો. સંદર્ભ : એગ્રોસ્ટાર એગ્રોનોમી સેન્ટર ઓફ એક્સીલેન્સ. આપેલ માહિતી ને લાઈક 👍કરી, કોમેન્ટ કરી વધુ ને વધુ મિત્રો ને શેર કરો.
10
0