કૃષિ વાર્તાએગ્રોસ્ટાર ઇન્ડિયા
જીરામાં કાળીયો અથવા ચરમીની ઓળખ અને નિયંત્રણ
પાક જયારે ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે આ રોગ જેવા મળે છે. શરૂઆતમાં પાન પર નાના કથ્થાઇ રંગના ટપકાં જોવા મળે છે. જેનું કદ સમય જતાં વધે છે અને ડાળીયો પર બદામી રંગની પટ્ટી જેવા મળે છે. રોગપ્રેરક ફુગને અનુકૂળ વાતાવરણ મળતાં ખૂબ જ સક્રીય બની ઝડપથી ફેલાવા લાગે છે અને અંતે આખા છોડ કાળા પડી સુકાઇ જાય છે. તેથી તેને કાળીયો પણ કહે છે. રોગીષ્ટ છોડ પર કુલ બેસતા નથી અને જે દાણા બેસે તો પણ તે ચીમળાયેલા અને વજનમાં હલકા રહે છે.એકમ વિસ્તારમાં છોડની વધુ પડતી સંખ્યા, કમોસમી વરસાદ, વાદળછાયું વાતાવરણ, કયારામાં વધુ પડતો પાણીનો ભરાવો.રોગ આવવાની રાહ જોયા વિના, પાક જયારે ૩૦ થી ૩૫ દિવસનો થાય ત્યારે એગ્રોસ્ટાર પનાકા એમ 45 (મેંન્કોઝેબ 75% ડબલ્યુપી) 45 ગ્રામ પ્રતિ પંપ અથવા એગ્રોસ્ટાર ટેબુલ (ટેબુકોનાઝોલ 10% + સલ્ફર 65% ડબલ્યુજી) 50 ગ્રામ પ્રતિ પંપ અને પાકના જુસ્સાદાર વૃદ્ધિ વિકાસ માટે સ્ટેલર 25 મિલી પ્રતિ પંપ છંટકાવ કરવો. ત્યારબાદ ૧૦ દિવસના અંતરે એગ્રોસ્ટાર રોઝતમ (એઝોક્સિસ્ટ્રોબિન 11% + ટેબુકોનાઝોલ 18.3% એસસી) 30 મિલી પંપ, એગ્રોસ્ટાર ડ્રેગનેટ (એઝોક્સિસ્ટ્રોબિન 4.8% + ક્લોરોથાલોનિલ 40.0% એસસી) 45 મિલી પંપ પ્રમાણે છંટકાવ કરવો.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક👍કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!