ગુરુ જ્ઞાનએગ્રોસ્ટાર
જીરાના પાકમાં આવતી સુકારાની સમસ્યા અને તેનું નિયંત્રણ.
👉જીરાના પાકમાં જોવા મળતો રોગ જમીનજન્ય ફૂગના કારણે થાય છે. ખાસ કરીને એ ખેતરોમાં આ રોગનો પ્રકોપ વધુ હોય છે જ્યાં અગાઉ જીરું ઉગાડવામાં આવ્યું હોય. આ રોગને ખેડૂતો સામાન્ય ભાષામાં "જીરું ઉતરી જવું" કહે છે. આ રોગમાં સૌપ્રથમ છોડની ટોચ ચીમળાઈ જાય છે, અને ત્યારબાદ આખો છોડ સુકાઈ જાય છે. ખેતરમાં સુકાયેલા છોડ કુંડાળાકાર રીતે જોવા મળે છે.
👉આ રોગના અસરકારક નિયંત્રણ માટે યોગ્ય દવાઓ અને પોષક તત્વોનો ઉપયોગ જરૂરી છે. મેન્ડોઝ (મેન્કોઝેબ 63% + કાર્બેન્ડાઝિમ 12% ડબલ્યુપી) દવા 500 ગ્રામનો ઉપયોગ જમીનજ લાગતા રોગોને કાબૂમાં લાવવામાં મદદરૂપ છે. સાથે જ છોડના મૂળની સારવાર માટે હ્યુમિક પાવર NX 400 ગ્રામ 10 કિલો માટી સાથે મિશ્રિત કરી એક એકરમાં આપવા. દવાનો ઉપયોગ જમીનમાં ભેજ હોવા પર જ કરવો.
👉રોગ રોકથા માટે રોટેશનલ ખેતી અપનાવવી અને જીવામૃત જેવા જૈવિક ઉપાયોની મદદ લેવી પણ ફાયદાકારક સાબિત થાય છે. આ રીતે નુકસાન ઓછું કરીને જીરાના પાકમાંથી વધારે ઉત્પાદન મેળવી શકાય છે.
👉સંદર્ભ :- AgroStar
ખેડૂત ભાઈઓ, તમને આ માહિતી કેવી લાગી? અમને કોમેન્ટ કરી ને જણાવો અને આપેલ માહિતી ને લાઈક 👍 કરી વધુ ને વધુ ખેડૂત મિત્રોને ને શેર કરો.આભાર!